તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે શેર ટ્રેડિંગના ડિમેટ એકાઉન્ટ પર વાર્ષિક 1 લાખ રૂપિયા સુધી શેર રાખવા પર કોઈ ચાર્જ લાગશે નહિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ફેરફાર 1 જૂનથી લાગૂ થશે, હાલ 50,000 રૂપિયા સુધીના હોલ્ડિંગ પર વાર્ષિક મેન્ટેન્સ લાગતું નથી
  • 1 લાખ રૂપિયાથી વધુ અને 2 લાખ રૂપિયા સુધીના હોલ્ડિંગ પર 100 રૂપિયા લાગશે

નવી દિલ્હીઃ સેબીએ બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટના વાર્ષિક મેન્ટેનન્સના દરોમાં ફેરફાર કર્યો છે. તે મુજબ બેઝિક ડિમેટ એકાઉન્ટથી 1 લાખ રૂપિયા સુધીની ડેટ સિક્યોરિટી(બોન્ડ) રાખવા પર વાર્ષિક મેન્ટેનન્સ ફીસ લાગશે નહિ. એકથી બે લાખ રૂપિયાની ડેટ સિક્યોરિટી રાખવા પર 100 રૂપિયા લાગશે. આ ફેરફાર 1 જૂનથી લાગુ થશે.

આ પગલું ડેટ માર્કેટમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી વધારવા માટે ઉઠાવવામાં આવ્યું છે. આજે જે દરો છે તે મુજબ 50 હજાર રૂપિયા સુધીની સિક્યોરિટી રાખવા પર કોઈ ચાર્જ લાગતો નથી. 50 હજાર રૂપિયાથી બે લાખ રૂપિયા સુધીની સિક્યોરિટી રાખવા પર વાર્ષિક 100 રૂપિયા આપવાના હોય છે.

સેબીના નિર્દેશ પર ડિપોઝિટરી પોર્ટિસિપેન્ટ્સે 2012માં બેઝિક સર્વિસ ડિમેન્ટ એકાઉન્ટની સુવિધા શરૂ કરી હતી. તેનો હેતું રિટેલ ઈન્ડિવિઝ્યુઅલ રોકાણકારો માટે ડીમેટ ખાતામાં બોન્ડ અને શેર રાખવાનો વાર્ષિક મેન્ટેનન્સ ખર્ચ ઘટાડવાનો હતો.