સુવિધા / એસબીઆઈએ યોનો કેશથી કાર્ડ વિના એટીએમમાંથી રોકડ રકમ ઉપાડવાની સુવિધા શરૂ કરી

Divyabhaskar.com

Mar 15, 2019, 05:55 PM IST
SBI introduces Yono cash facility in India
X
SBI introduces Yono cash facility in India

 • યોનો કેશની સુવિધા ધરાવતાં એટીએમ યોનો કેશ પોઇન્ટ તરીકે ઓળખાશે
 • એસબીઆઈનાં 16500 એટીએમમાંથી યોનો મારફતે કાર્ડ વિના રોકડ રકમ ઉપાડી શકાશે

મુંબઈઃ એટીએમમાંથી કાર્ડનો ઉપયોગ કર્યા વગર કેશ ઉપાડવાની સુવિધા ‘યોનો કેશ’નો એસબીઆઈએ આજે પ્રારંભ કર્યો છે. એસબીઆઈના 16,500થી વધારે એટીએમ પર આ કાર્ડ વગર રોકડ રકમ ઉપાડવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સેવા માટે સક્ષમ એટીએમને યોને કેશ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવશે. યોનો કેશ સિક્યોરિટી ફીચર અને કાર્ડ વગર રોકડ રકમ ઉપાડવાની સુવિધા ગ્રાહકને આપશે એવી બેંકને અપેક્ષા છે. 

ગ્રાહકો આ રીતે કાર્ડનો ઉપયોગ કર્યા વગર પૈસા ઉપાડી શકશે

1.

ગ્રાહકો યોનો એપ પર રોકડ રકમ ઉપાડવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે અને નાણાકીય વ્યવહાર માટે છ આંકડાનો યોનો કેશ પિન સેટ કરી શકે છે. તેમને તેમનાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ મારફતે છ આંકડાનો રેફરન્સ નંબર પણ મળશે. પછી તેમને નજીકનાં યોનો કેશ પોઇન્ટ પર પિન અને પ્રાપ્ત થયેલા રેફરન્સ નંબર એમ બંનેનો ઉપયોગ કરીને આગામી 30 મિનિટની અંદર રોકડ રકમ મળી જશે.

2.

આ લોંચ પર એસબીઆઈનાં ચેરમેન રજનીશ કુમારે કહ્યું હતું કે યોનો કેશ બેંકનાં ગ્રાહકો માટે બેંકિંગનો શ્રેષ્ઠ અને સુવિધાજનક અનુભવનાં લક્ષ્યાંક પૂર્ણ કરવાની દિશામાં વધુ એક પગલું છે. આ પહેલ રોકડ ઉપાડ સાથે સંકળાયેલા સંભવિત જોખમને દૂર કરીને એટીએમ પર ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાની ચિંતાનું પણ સમાધાન કરશે. યોનો પર આ સુવિધા એના યુઝરને ફિઝિકલ ડેબિટ કાર્ડ વિના રોકડ રકમ ઉપાડવા માટે મદદરૂપ થાય એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. યોનો મારફતે અમારો પ્રયાસ આગામી 2 વર્ષમાં એક પ્લેટફોર્મ પર નાણાંકીય વ્યવહારની સંપૂર્ણ ઇકોસિસ્ટમ સંકલિત કરીને ડિજિટલ યુનિવર્સ ઊભું કરવાનો છે. 

3.

યોનો એસબીઆઈ દેશમાં નાણાંકીય અને લાઇફસ્ટાઇલ સેવાઓનો ઉપયોગ કરવા લોકોની રીત સુધારવા માટે મોટી હરણફાળ છે. આ 85 ઇ-કોમર્સ કંપનીઓમાંથી કસ્ટમાઇઝ ઉત્પાદનો અને સેવાઓ ઓફર કરવા પ્રથમ સંપૂર્ણ ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ છે. યોનો એસબીઆઈ નવેમ્બર, 2017માં શરૂ થઈ હતી, જેને યુઝર્સ પાસેથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફેબ્રુઆરી, 2019 સુધીમાં 7 મિલિયનથી વધારે સક્રિય યુઝર્સ સાથે યોનેને 18 મિલિયનથી વધારે ડાઉનલોડિંગ મળ્યું છે. યોનો એન્ડ્રોઇડ અને આઇઓએસ પાવર્ડ મોબાઇલ ફોન અને બ્રાઉઝર મારફતે ઉપલબ્ધ થઈ શકશે. જે ગ્રાહકને તમામ માધ્યમો પર સરળ સેવા પ્રદાન કરશે. એસબીઆઈ આગામી વર્ષોમાં ગ્રાહકોનાં જીવનને વધુ સરળ બનાવવા યોનો પર વધારે ફીચર લોંચ કરશે.

COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી