નાણાંકીય કટોક્ટી / જેટના પાયલટે વડાપ્રધાનને કરી અપીલ- 20 હજાર રોજગાર બચાવો, જેટ એરને નાણાં ના મળ્યા, બેઠક અનિર્ણાયક રહી

Save 20,000 employements says Jet airways pilot to Prime minister
X
Save 20,000 employements says Jet airways pilot to Prime minister

  • જેટ એરવેઝ પર 8,000 કરોડ રૂપિયાનું દેવું, ઈન્ટરનેશનલ ફલાઈટ સ્થગિત કરવામાં આવી
  • જેટને દેવામાંથી બહાર લાવવા માટે એસબીઆઈએ ગત મહિને 1500 કરોડના રોકાણનો વાયદો કર્યો હતો
  • જેટ એરને નાણાં ના મળ્યા, બેઠક અનિર્ણાયક રહી

Divyabhaskar.com

Apr 16, 2019, 02:46 AM IST
મુંબઈઃ જેટ એરવઝ બંધ થવાનું જોખમ હજુ ટળ્યું નથી. સોમવારે બેન્કો સાથે જેટ મેનેજમેન્ટની બેઠક તો થઈ પણ કઈ પરિણામ આવી શક્યું નથી. મંગળવારે ફરી મીટિંગ થવાની છે. જેટની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ 18 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરાઈ છે. પાઈલટ એસોસીએશને બેન્કોને તાકિદે 1500 કરોડ આપવા અને વડાપ્રધાનને 20 હજાર લોકોની નોકરી બચાવવા વિનંતી કરી છે. 

હાલ માત્ર 6 વિમાનોનું સંચાલન, બાકીના વિમાનો નાણાંકીય કટોકટીના પગલે રદ

નેશનલ એવિએટર ગિલ્ડના ઉપાધ્યક્ષ અદીમ વાલિયાનીએ જણાવ્યું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરી છે કે એરલાઈન્સમાં 20 હજાર લોકોને રોજગાર મળે છે. તેને બચાવી લેવામાં આવે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેટ એરવેઝની હાલત સતત ખરાબ થઈ રહી છે. કંપનીનું હાલ એક બોઈંગ 737 અને 5 એટીઆર વિમાન જ કાર્યરત છે. ગત વર્ષે નવેમ્બર સુધીમાં કંપનીની પાસે 124 વિમાન હતા. તેને ઉડાન માટે લગભગ 1500 પાયલટની જરૂર હોય છે.
કન્સોર્શિયમની બેઠક બાદ ખ્યાલ આવશે કે એરવેઝના શેર ખરીદવા માટે કેટલા રોકાણકારોએ એક્સપ્રેશન ઓફ ઈન્ટરસ્ટ દર્શાવ્યો છે. નક્કી નિયમો મુજબ, યોગ્ય બિડર્સ 30 એપ્રિલ સુધી જ બિડિંગ દાખલ કરી શકે છે. રોકાણકારોનું વલણ પણ કંપનીનું ભવિષ્ય નક્કી કરશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી