કોમોડિટી / વિદેશી રોકાણમાં સતત વધારો થતા ડોલર સામે રૂપિયો 4 સેશનમાં 80 પૈસા સુધર્યો

Rupee appreciated by 80 paise against the US dollar by rising in foreign investment
X
Rupee appreciated by 80 paise against the US dollar by rising in foreign investment

સાત માસ બાદ ડોલર સામે રૂપિયો 69.34 પર પહોંચતાં નિકાસ ફરી ઘોંચમાં

 

Divyabhaskar.com

Mar 15, 2019, 09:01 AM IST
બિઝનેસ ડેસ્ક. અમેરિકન ડૉલર સામે ગુરુવારે રૂપિયો 20 પૈસા વધીને 69.34 ના સાત મહિનાની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. ચૂંટણી તેમજ વિદેશી રોકાણ પ્રવાહમાં ઝડપી વૃદ્ધિના કારણે રૂપિયામાં ઝડપી સતત ચાર સેશનમાં 80 પૈસાનો મજબૂત સુધારો આવ્યો છે. ડોલર સતત ઘટતા દેશમાંથી થતા નિકાસ વેપારો ફરી અટવાયા છે. આયાત ઘટતા ચાલુ ખાતાની ખાધ નીચી આવશે. 

માર્ચ માસમાં FIIએ 1.8 અબજ ઠાલવ્યા

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો અગાઉના 69.54ની તુલનાએ નબળો પડી 69.75 થયો હતો. સ્થાનિકમાં 69.78 થી 69.26 ની રેન્જમાં રહ્યાં બાદ અંતે 69.34 ની સપાટીએ બંધ રહ્યો હતો. 10 ઓગસ્ટ પછી રૂપિયો 68.83 ની સપાટીએ બંધ રહ્યો હતો. એનાલિસ્ટોના મતે રૂપિયો વધી 68.70 સુધી આવી શકે છે.
2. રૂપિયો મજબૂત બની 68.70 આવી શકે
રૂપિયા-સોવરિંગ બોન્ડ્સ દિવસના નીચલા સ્તરેથી રિકવર થયા છે અને ત્રણ વર્ષની વિદેશી એક્સચેન્જ સ્વેપ ઓક્શન દ્વારા 5 અબજ ડોલર લિક્વિટીમાં ઉમેરો કર્યા પછી પણ પોઝિટીવ રહ્યો હોવાનું HDFC સિક્યોરિટીના વી.કે.શર્માએ જણાવ્યું હતું. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે તે બે વર્ષથી બેન્કો સાથે ડોલર-રૂપિયાની સ્વેપ વ્યવસ્થા દ્વારા સિસ્ટમમાં 5 અબજ ડોલરની લાંબા ગાળાની તરલતાને દાખલ કરશે. આરબીઆઇની જાહેરાતથી અર્થતંત્રમાં રૂપિયાની તરલતા, નીચા ઓએમઓની અપેક્ષાઓ અને નીચા હેજિંગ ખર્ચ પર વધુ ફોરેન એક્સચેન્જ પ્રવાહ પર ડોલર-રૂપિયા પર મર્યાદિત અસર કરશે. 
ચાલુ મહિનામાં મજબૂત વિદેશી રોકાણ પ્રવાહ પણ રૂપિયાના મજબૂતાઈ માટે હકારાત્મક રહ્યું છે. FIIએ માર્ચમાં અત્યાર સુધીમાં 1.8 અબજ ડોલરનું રોકાણ ભારતમાં ઠાલવ્યું છે. 
4. પામતેલના ભાવ ત્રણ માસની નીચી સપાટી પર
મલેશિયાન પામતેલના ભાવ ત્રણ માસની નીચી સપાટી પર પહોંચ્યા છે. ભાવ ઘટવાનું મુખ્ય કારણ મલેશિયામાં ઉત્પાદનમાં વધારો થ‌વાની સાથે નિકાસમાં ઘટાડો થતા ભાવ પર દબાણ આવ્યું છે. સૌથી મોટા આયાતકાર ભારતમાં આયાત ઘટી હોવાની અસર પડી છે. બર્સા મલેશિયા ડેરિવેટિવ્સ એક્સચેન્જ પર બેંચમાર્ક પામ ઓઇલ કોન્ટ્રેક્ટ 1.3 ટકા ઘટી ટન દીઠ 2089 રિંગિગટ પર બંધ રહ્યો હતો. અગાઉ ડિસેમ્બરમાં 2070 રિંગિટે બાદ સૌથી વધુ ઘટ્યો છે. ભારતની ઘરેલું તેલીબિયાંની ઘટતી જતી માગ અને યુરોપ અને ચીનમાં માંગમાં ઘટાડો થવાને લીધે વિશ્વના મોટા ભાગના દેશોમાં પામતેલની માગ ઘટી છે.
રાયડાના ઉત્પાદનમાં વધારો થઇ રહ્યો હોવાથી પામતેલ માટે વૈકલ્પિક તેલ બની રહ્યું છે. ભારતમાં રાયડાનું ઉત્પાદન 80 લાખ ટનના રેકોર્ડ સ્તરે છે. જેના કારણે ભારતની ખાદ્યતેલોની આયાત ગતવર્ષની તુલનાએ જળવાઇ 150 લાખ ટન આસપાસ રહેશે તેવો નિર્દેશ સી દ્વારા કરવામાં આવ્યો છે. મલેશિયાથી વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી પામ ઉત્પાદક કંપની યુરોપિયન દેશોમાં ફેબ્રુઆરીમાં 264005 ટનની આયાત કરી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી