તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિલાયન્સ 259 વર્ષ જૂની બ્રિટનની રમકડા બનાવતી કંપની હેમલેને ખરીદી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1760માં લંડનથી શરૂ થયેલી હેમલેનું નિયંત્રણ હાલ ચીનની સી ડોટ બેનર ઈન્ટરનેશનલની પાસે છે
  • ભારતમાં હેમલેની પ્રોડક્ટ વેચવાનો એગ્રીમેન્ટ રિલાયન્સ રિટેલની પાસે
મુંબઈઃ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બ્રિટનના 259 વર્ષ જૂની ટોય કંપની હેમલેને ખરીદી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને કંપનીઓની વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે. આ દિશામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઝડપથી આગળ વધ રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલ યૂનિટ રિલાયન્સ રિટેલ એગ્રીમેન્ટ અંતર્ગત દેશમાં હેમલના ઉત્પાદો વેચે છે.

1) રિલાયન્સ સાથે ડીલ થશે તો ચોથી વાર બદલાશે હેમલની માલિકી

રિલાયન્સે હેમલેજ સાથે ડીલને લઈને ટિપ્પણી કરવાથી ઈન્કાર કર્યો છે. કંપનીના પ્રવકતાનું કહેવું છે કે મિડિયાની અટકળો પર તે કોઈ ટિપ્પણી કરશે નહિ. તેમણે એ પણ કહ્યું કે કંપની સમય-સમયે મળનારી તકોની ચકાસણી કરતી રહે છે.

હેમલેને જો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ખરીદશે તો ચોથી વખત હેમલેનો માલિકી હક બદલાશે. હેમલે હાલ ચીનના સી ડોટ બેનર ઈન્ટરનેશનલની પાસે છે. તેણે 2015માં 10 કરોડ પાઉન્ડમાં કંપનીને ખરીદી હતી. ગત વર્ષે ઓક્ટોબરમાં બ્રિટિશ મિડિયાએ જણાવ્યું કે સી ડોટ બેનર નુકસાનમાં ચાલી રહેલી હેમલેને વેચવા પર વિચાર કરી રહી છે.

હેમલેની શરૂઆત 1760માં લંડનથી થઈ હતી. સાઉદી અરબનો શાહી પરિવાર તેના અગ્રણી ગ્રાહકોમાં સામેલ છે. બ્રેક્સિટની અચોક્કસતાઓ અને યુકેના કન્ઝ્યુમર કોન્ફિડેન્સમાં ઘટાડાને કારણે હેમલેની મુશ્કેલીઓ વધી ગઈ છે.

2017માં હેમલેને 1.2 કરોડ પાઉન્ડનું નુકસાન થયું હતું. જોકે વિશ્વભરમાં 11 અબજ ડોલરની ટોય ઈન્ડસ્ટ્રીમાં હાલ પણ હેમલનો દબદબો છે. વિશ્વભરમાં તેના 129 સ્ટોર છે. મોટાભાગના સ્ટોર ફ્રેન્ચાઈઝી તરીકે છે. યુકેની બહાર કંપનીનો ચીન, જર્મન, રશિયા, ભારત, દક્ષિણ આફ્રિકા, મધ્ય-પૂર્વ અને કેટલાક અન્ય ક્ષેત્રોમાં કારોબાર છે.