તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલ વિકાસ નિગમ લિમિટેડના શેર ઈશ્ય પ્રાઈસ 19 રૂપિયા પર લિસ્ટ થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંને એક્સચેન્જ પર સરખા સ્તરે લિસ્ટિંગ, પ્રાઈસ બેન્ડ 17-19 રૂપિયા હતો
  • બીએસઈ પર શેર 19.45 અને એનએસઈ પર 19.50 સુધી ચઢ્યો
મુંબઈઃ રેલ વિકાસ નિગમ લિમિટેડના શેર(આરવીએનએલ) ગુરૂવારે બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થયા હતા. શેરનું લિસ્ટિંગ ફલેટ સ્તરે થયું હતું. બંને એક્સચેન્જ પર શેરે તેની ઈશ્યુ પ્રાઈસ 19 રૂપિયાથી શરૂ કરી.

1) એનએસઈ પર 18.60 રૂપિયાના નીચેના સ્તરે પહોંચ્યો

કારોબાર દરમિયાન બીએસઈ પર શેર 2.36 ટકાના વધારા સાથે 19.45 રૂપિયા સુધી પહોંચ્યો છે. કંપનીની માર્કેટ વેલ્યુએશન 4,003.24 કરોડ રૂપિયા નોંધાઈ હતી. એનએસઈ પર શેર 2.10 ટકા ઘટીને 18.60 રૂપિયા પર પહોંચ્યો છે. ટ્રેડિંગ દરમિયાન 19.50 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. 

આરવીએનએલનો 480 કરોડ રૂપિયાનો આઈપીઓ 1.8 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. તેનો પ્રાઈસ બેન્ડ 17-19 રૂપિયા હતી. આરવીએનએલ રેલ મંત્રાલયને આધીન મીની રત્ન કંપની છે. તે રેલવેના પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. કંપની નવી લાઈન લગાડવા, રેલવે ઈલેક્ટ્રોફિકેશન અને મેટ્રો પ્રોજેક્ટ્સ પર પણ કામ કરે છે.