ફેરફાર / રાહુલ બજાજે 12 વર્ષ બાદ બજાજ ફિનસર્વના ચેરમેન પદ પરથી રાજીનામુ આપ્યું, માનદ ચેરમેન બનશે

Divyabhaskar.com | Updated - Mar 13, 2019, 05:25 PM
Rahul Bajaj Resigns as Non Executive Director and Chairman of Bajaj Finserv Company

  • રાહુલ બજાજ 2007માં કંપનીની શરૂઆતથી જ ચેરમેન તરીકે હતા
  • 16મેના રોજ કંપનીના બોર્ડની બેઠક બાદ માનદ ચેરમેનના પદ પર તેમની નિમણૂંક થશે
  • રાહુલ બજાજ ઉત્તરાધિકારી યોજના અંતર્ગત ચેરમેનનું પદ છોડી રહ્યા છે

નવી દિલ્હીઃ રાહુલ બજાજે(80) ઉત્તરાધિકારી યોજના અંતર્ગત બજાજ ફિનસર્વના નોન-એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર અને ચેરમેન પદમાંથી રાજીનામું આપ્યું છે. તે 16 મેથી લાગુ થશે. આ દિવસે કંપનીના બોર્ડની બેઠક થશે. બાદમાં રાહુલ બજાજની ચેરમેન અમેરિટ્સના પદ પર નિમણૂંક થશે. આ પદ માટે તેમને કોઈ વેતન નહી મળે.

રાહુલ બજાજ રાજયસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે

10 જૂન 1938માં જન્મેલા રાહુલ બજાજે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે. તે બજાજ સમુહના પ્રમુખ છે. 2006થી 2010 સુધી તે રાજયસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. 2001માં પહ્મભૂષણ પુરસ્કાર પણ મળ્યો હતો.

બજાજ ફિનસર્વના ચેરમેન પમનાની બનશે

17 મેથી નન્નૂ ગોવિંદરામ પમનાની બજાજ ફિનસર્વના ઈન્ડિપેન્ડન્ટ નોન-એક્ઝીક્યુટિવ ચેરમેન બનશે. હાલ તે કંપનીના વાઈસ ચેરમેન છે. બજાજ ફિનસર્વ બજાજ ગ્રુપની ફાઈનાન્શિયલ સર્વિસિસ કંપની છે. જે 2007માં બની હતી. તે શેરબજારમાં લિસ્ટેડ છે. તેની માર્કેટ કેપ 1.09 લાખ કરોડ રૂપિયા છે.

X
Rahul Bajaj Resigns as Non Executive Director and Chairman of Bajaj Finserv Company
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App