તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટ્રોલ-ડિઝલના ભાવમાં 19 દિવસ બાદ વધારો, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 21 પૈસા વધી 68.50 રૂપિયા થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીમાં ડિઝલની કિંમત 8 પૈસા વધી 62.24 રૂપિયા પ્રતિ લિટર થયો છે
  • મુંબઈમાં પેટ્રોલ 21 પૈસા મોંઘુ થયું, 74.16 રૂપિયા પ્રતિ લિટર થયો રેટ
  • અગાઉ 18 ડિસેમ્બરે રેટ વધ્યા હતા 
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં સોમારે 19 દિવસ બાદ વધારો થયો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 68.50 રૂપિયા અને મુંબઈમાં 74.16 રૂપિયા ભાવનું થયું છે. બંને શહેરોમાં 21 પૈસાનો વધારો થયો છે. 19 દિવસ બાદ પેટ્રોલ-ડિઝલના રેટ વધ્યા છે. અગાઉ 18 ડિસેમ્બરે કિંમતોમાં વધારો થયો હતો. ઓઈલ કંપનીઓ આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમત અને ડોલર-રૂપિયાના એકસચેન્જના રેટના હિસાબથી પેટ્રોલ-ડિઝલના ભાવ નક્કી કરે છે.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 68.29 રૂપિયાથી વધીને 68.50 રૂપિયા થયો છે. જયારે મુંબઈમાં ભાવ 73.95 રૂપિયામાંથી 74.16 રૂપિયા થયો છે. કોલકતામાં ભાવ 70.43 રૂપિયાથી વધીને 70.64 રૂપિયા થયો છે. ચેન્નાઈમાં ભાવ 70.85 રૂપિયાથી વધીને 71.07 રૂપિયા થયો છે.

દિલ્હીમાં ડિઝલનો ભાવ 62.16 રૂપિયાથી વધીને 62.24 રૂપિયા થયો છે. મુંબઈમાં ભાવ 65.04 રૂપિયાથી વધીને 65.12 થયો છે. કોલકતામાં ડિઝલનો ભાવ 63.93 રૂપિયાથી વધીને 64.01 રૂપિયા થયો છે. ચેન્નાઈમાં ડિઝલનો ભાવ 65.62 રૂપિયાથી વધીને 65.70 રૂપિયા થયો છે.

આંતરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો રેટ સોમવારે 1.2 ટકા વધી 57.77 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો છે. છેલ્લા 3 સત્રોમાં ક્રૂડ 5 ટકા મોંઘો થયો હતો. જોકે ડોલરની સરખામણીમાં રૂપિયો મજબૂત થયો છે. સોમવારે તે 0.50 ટકા વધીને 69.37 પર આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...