તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટ્રોલના ભાવ 38 પૈસા વધીને 70ની પાર, 5 દિવસમાં 1.63 રૂપિયાનો વધારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓઈલ કંપનીઓ 10 જાન્યુઆરીથી સતત કિંમતો વધારી રહી છે.
  • આ દરમિયાન દિલ્હીમાં ડીઝલ 1.94 રૂપિયા મોંઘુ

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે સતત 5માં દિવસ વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 38 પૈસા વધીને 70.13 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં રેટ 38 પૈસા વધીને 75.77 રૂપિયા થઈ ગયા છે. બંને શહેરોમાં ડીઝલની કિંમતોમાં 49 પૈસાથી 52 પૈસાનો વધારો નોંધાયો છે.

 

10 જાન્યુઆરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ 5 દિવસોમાં દિલ્હીમાં પેટ્રોલ 1.63 અને ડીઝલ 1.94 રૂપિયા મોંઘુ થયું છે. ઓઈલ કંપનીઓ ઈન્ટરનેશનલ બજારમાં ક્રુડ ઓઈળના ભાવમાં ડોલર-રૂપિયાના એક્સચેન્જ રેટના હિસાબે કિંમત નક્કી કરે છે. 

શહેરરવિવારનો રેટ(રૂ/લીટર)સોમવારનો રેટ(રૂ/લીટર)વધારો
દિલ્હી69.7570.1338 પૈસા
મુંબઈ75.3975.7738 પૈસા

 

શહેરરવિવારનો રેટ(રૂ/લીટર)સોમવારનો રેટ(રૂ/લીટર)વધારો
દિલ્હી63.6964.1849 પૈસા
મુંબઈ66.6667.1852 પૈસા
અન્ય સમાચારો પણ છે...