સોશિયલ મિડીયા / 10 કલાક ડાઉન રહ્યાં બાદ ચાલુ થયા ફેસબુક-ઈન્સ્ટાગ્રામ, કંપનીએ કહ્યું- આ સાઈબર એટેક નથી

Divyabhaskar.com | Updated - Mar 14, 2019, 03:46 PM
outage hits facebook instagram users worldwide
X
outage hits facebook instagram users worldwide

  • બુધવારે રાતથી યુઝર એક્સેસ કરી શકતા ન હતા
  • વિશ્વભરમાં ફેસબુકના 152 કરોડ ડેઈલી એક્ટિવ યુઝર છે

સાન ફ્રાન્સિસ્કોફેસબુક અને ઈન્સ્ટાગ્રામે 10 કલાક ડાઉન રહ્યા બાદ હવે યોગ્ય રીતે કામ કરવાનું શરૂ કરી દીધું છે. ઈન્સ્ટાગ્રામે ગુરૂવારે સવારે 10.10 કલાકે આ માહિતી આપી છે.

ઘણાં વિસ્તારોમાં વોટ્સઅપ ડાઉન રહ્યું

1.બુધવાર રાતથી યુઝર ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને એક્સેસ કરી શકતા ન હતા. ટ્વિટર દ્વારા યુઝર આ અંગેની ફરિયાદ કરી રહ્યાં હતા. યુઝર્સનું એમ કહેવું હતું કે તેઓ એક્સેસ ન કરી શકતા નથી અથવા તો એપ્લિકેશન્સ સંપૂર્ણ રીતે કામ કરી રહી નથી. ઘણાં વિસ્તારોમાં વોટ્સએપ યુઝર્સ પાસેથી પણ ફરિયાદો મળી હતી.
2.ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે આ મામલે જણાવ્યું હતું કે તેમની ટીમ આ સમસ્યા દૂર કરવા પર કામ કરી રહી છે. ફેસબુકે આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેના નેટવર્ક પર કોઈ સાઈબર હુમલો થયો નથી. વેબસાઈટ ડાઉનડિટેક્ટર ડોટ કોમના જણાવ્યા પ્રમાણે ઉતર અમેરિકા અને યુરોપના ફેસબુક યુઝર્સને સૌથી વધુ મુશ્કેલીઓ થઈ હતી. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App