ઈ-કોમર્સ / મુકેશ અંબાણીની અલીબાબાને પાછળ છોડવા અને એમેઝોનને ટક્કર આપવાની તૈયારી

Divyabhaskar.com

Apr 19, 2019, 01:23 PM IST
Mukesh ambani in competition with alibaba and amazon

  • દેશની ઈ-કોમર્સ ઈન્ડસ્ટ્રી 2020 સુધીમાં 10 લાખ કરોડ રૂપિયાની થશે
  • આ કારણે મુકેશ અંબાણી ટેલિકોમ બાદ ઈ-કોમર્સ ઈન્ડસ્ટ્રી પર ફોકસ કરે છે


મુંબઈઃ લગભગ 3.81 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવનાર મુકેશ અંબાણી આજે 62 વર્ષના થયા છે. તે એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. ગત વર્ષે જુલાઈમાં અંબાણીએ ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબાના ફાઉન્ડર અને ચેરમેન જૈક માને નેટવર્થના મામલામાં પાછળ પાડ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં મેગેઝીન ધ ઈકોનોમિસ્ટે લખ્યું હતું કે અંબાણી જિયોના માધ્યમથી ભારતના જૈક મા અથવા જેફ બેજોસ બનવા પર ફોકસ કરી રહ્યાં છે. ગુરૂવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચોથા કવાર્ટરના પરિણામો આવ્યા, જેમાં કંપનીનો નેટ પ્રોફિટ 9.8 ટકા વધીને રેકોર્ડ 10,362 કરોડ રૂપિયાએ પહોંચી છે. તેમાં જિયોનો 840 કરોડ રૂપિયાનો પ્રોફિટ સામેલ છે. દિવ્ય ભાસ્કર એપે એ જાણ્યું કે દેશના ઈ-કોમર્સ માર્કેટ પર અંબાણીની કઈ રીતે નજર છે અને શું તે સફળ થઈ શકે છે ?

1) અંબાણી પોતે માને છે કે ઈન્ટરનેટ ડેટા નવું ઓઈલ છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને વાર્ષિક 60 અબજ ડોલર(4.16 લાખ કરોડ રૂપિયા)ની રેવન્યુ ઓઈલ અને ગેસના કારોબારમાંથી મળે છે. કંપનીનો મુખ્ય કારોબાર આ છે. જોકે અંબાણીએ પોતે કહ્યું હતું કે ઈન્ટરનેટ ડેટા નવું ઓઈલ છે.

2) ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટે 10 હજાર સ્ટોર

આ વર્ષે જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મુકેશ અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉપસ્થિતિમાં કહ્યું હતું કે રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો ઈન્ફોકોમ મળીને એક નવું ઈ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે. રિલાયન્સ રિટેલના સમગ્ર દેશમાં 10 હજારથી વધુ સ્ટોર છે. જિયોના ગ્રાહકોની સંખ્યા પણ 30 કરોડથી વધુ છે. બ્રોકરેજ ફર્મ યુબીએસે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે જે રીતે ચીનમાં અલીબાબાને ઘરેલું કંપની હોવા અને સસ્તા ભાવે પોતાની સેવાઓ વેચવાન ફાયદો મળ્યો, એ રીતે ભારતમાં પણ રિલાયન્સને ફાયદો મળી શકે છે.

3) જૈક માની ફોર્મ્યુલા

જૈક માએ 1999માં નાના દુકાનદારોની સાથે મળીને એક ચેન બનાવી હતી, જેથી ઓનલાઈન શોપિંગ કરનારાઓને દેશના કોઈ પણ ખૂણામાં સ્થાનિક દુકાનદારો કે સ્ટોરનો સામાન મળી શકે. અંબાણી પણ આ જ પ્રકારની યોજના બનાવી રહ્યાં છે. અંબાણી એવું પ્લેટફોર્મ તૈયાર કરવા માંગે છે, જેનાથી ગ્રાહકોને 24 કલાકની અંદર સામાનની ડિલિવરી મળી શકે અને તે સામાન સાથે જોડાયેલી ફરિયાદ ઓફલાઈન જ કરી શકે. જૈક માએ પણ આ જ રણનીતી અપનાવી હતી. આ કારણે અમેઝોન બાદ અલીબાબા વિશ્વની બીજી સૌથી મોટી ઈ-કોમર્સ કંપની બની શકી.

4) બેજોસની ફોર્મ્યુલા

વિશ્વના સૌૈથી અમીર ઉદ્યોગપતિ અને એમેઝોનના પ્રમુખ જેફ બેજોસ ઈ-કોમર્સ બિઝનેસને વધારવા માટે અત્યાર સુધી 75થી વધુ કંપનીઓમાં રોકાણ કરી ચુક્યા છે અથવા તો તેને ખરીદી ચૂક્યા છે. અંબાણીએ છેલ્લા બે વર્ષમાં 25 નાની-નાની કંપનીઓમાં હિસ્સો ખરીદ્યો છે.

જેફ બેજોસ

મુકેશ અંબાણી

જૈક મા

માર્ચ 2018માં નેટવર્થ

7.77 લાખ કરોડ રૂપિયા

2.78 લાખ કરોડ રૂપિયા

2.70 લાખ કરોડ રૂપિયા

એપ્રિલ 2019માં નેટવર્થ

10.62 લાખ કરોડ રૂપિયા

3.81 લાખ કરોડ રૂપિયા

2.76 લાખ કરોડ રૂપિયા

કંપનીની માર્કેટ કેપ

એમેઝોનના 63.57 લાખ કરોડ રૂપિયા

રિલાયન્સનો 8.76 લાખ કરોડ રૂપિયા

અલીબાબાનો 33.65 લાખ કરોડ રૂપિયા

5) આનંદ મહિન્દ્રાએ કહ્યું- અંબાણી એમેઝોનને ટક્કર આપી શકે છે

ટાઈમ મેગેઝીનના 100 સૌથી અસરદાર લોકોની યાદીમાં જયારે અંબાણીનું નામ આવ્યું તો મહિન્દ્રા ગ્રુપના પ્રમુખ આનંદ મહિન્દ્રાએ લખ્યું કે મુકેશ અંબાણીનું વિઝન તેમના પિતાથી પણ વધુ મહત્વકાંક્ષી છે. જયારે ઈ-કોમર્સ બિઝનેસ માટે રિલાયન્સનું મોટું રિટેલ ડિવિઝન જિયોના નેટવર્કને મળશે તો તે એમેઝોનને પણ જોરદાર ટક્કર આપશે.

6) અંબાણીનો ફોક્સ ન્યુ એજ બિઝનેસ પર

કોર્પોરેટ હિસ્ટોરિયન પ્રકાશ બિયાણીએ ભાસ્કર પ્લસ એપને જણાવ્યું કે મુકેશ અંબાણીનો ફોકસ હાલ ન્યુ એજ બિઝનેસ પર છે. ટેલિકોમ સેકટરમાં જિયોનું લોન્ચિંગ અને ઈ-કોમર્સ સેકટરમાં ઉતરવાની તૈયારી તેનું ઉદાહરણ છે. છેલ્લા થોડા સમયથી પેટ્રોકેમિકલ, રિફાઈનિંગ જેવા ઓલ્ડ એજ બિઝનેસમાં રિલાયન્સને એટલું પ્રોફીટ માર્જિન મળી રહ્યું નથી, જેટલું પહેલા મળતું હતું. આ કારણે જ આ બંને બિઝનેસમાં 25 ટકા હિસ્સો સાઉદી અરામકોને વેચવાની વાત ચાલી રહી છે.

7) અંબાણી સામેના પડકારો

બિયાણીએ જણાવ્યું હતું કે પ્રથમ પડકાર વેરહાઉસ છે. બીજો- લોજિસ્ટિક અને ત્રીજો-વેન્ડર્સ. ઈ-કોમર્સ બિઝનેસ માટે રિલાયન્સે સમગ્ર દેશમાં મોટા પાયે વેરહાઉસ ખોલવા પડશે, જેથી કરીને તેના પ્લેટફોર્મ પર વેચાતી વસ્તુઓનો મોટાપ્રમાણમાં સ્ટોર થઈ શકે. બાદમાં લોજિસ્ટિક સૌથી મહત્વપૂર્ણ છે. ઓનલાઈન બિઝનેસમાં ઓનટાઈમ ડિલિવરીની સ્પર્ધા હોય છે. એવામાં ઓર્ડર બાદ સમયે પ્રોડક્ટ ગ્રાહક સુધી પહોંચાડવા માટે લોજિસ્ટિક ઓપરેશન મજબૂત થવું જરૂરી છે. બાદમાં વેન્ડર્સનું જોડાણ પણ એક મોટો પડકાર હશે. સમગ્ર દેશમાં પ્રોડક્ટ સાથે જોડાયેલા વેન્ડર્સને જોડવાનું કામ એકદમ સરળ નથી. જોકે સમગ્ર દેશમાં રિલાયન્સનો કારોબાર આ પડકારોનો સામનો કરવામાં સક્ષમ છે.

8) મુકેશ અંબાણીની સફર

શરૂઆતઃ 1977માં રિલાયન્સના બોર્ડમાં જોડાયા, 2002માં ગ્રુપના ચેરમેન બન્યા, 2005માં ભાગ પડ્યા બાદ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર
ભાગ પડ્યા તે સમયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપઃ 2005માં 96,668 કરોડ રૂપિયા
2005માં અંબાણીની નેટવર્થઃ 48,601 કરોડ રૂપિયા
મુખ્ય કારોબારઃ ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પ લિમિટેડ, રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ, રિલાયન્સ જિયો, રિલાયન્સ નેટવર્ક 18, રિલાયન્સ LYF, મુંબઈ ઈન્ડિયન્સ
રિલાયન્સની હાલની માર્કેટ કેપઃ 8.76 લાખ કરોડ રૂપિયા
મુકેશ અંબાણીની હાલની નેટવર્થઃ 3.81 લાખ કરોડ રૂપિયા

X
Mukesh ambani in competition with alibaba and amazon
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી