તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mahindra And Mahindra Chairman Anand Mahindra Cheers Air Force Action Over Terrorists In Pakistan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના એમડી આનંદ મહિન્દ્રા અને અક્ષય કુમારે ભારતીય વાયુસેનાની કાર્યવાહીને બિરદાવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • મહિન્દ્રાએ વાયુસેનાના સમર્થનમાં કરેલા ટ્વિટને 12,000 લોકોએ લાઈ્ક કર્યું
 • મહિન્દ્રાએ કહ્યું-તેઓ સુરક્ષિત રીતે પરત આવી ગયા
 • અક્ષય કુમારે કહ્યું- ઘરમાં ઘુસીને મારો

નવી દિલ્હીઃ પુલવામા હુમલાના 12 દિવસ બાદ ભારતીય વાયુસેનાએ POKમાં ઘુસીને આતંકવાદીઓના ઠેકાણઓનો નાશ કર્યો તે કામગીરીની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. દરેક ભારતીય વાયુસેનાના આ સાહસની પ્રશંસા કરી રહ્યો છે. ભારતીય ઉદ્યોગ જગતે પણ ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એમડી આનંદ મહિન્દ્રાએ પણ આ કાર્યવાહીને બિરદાવી છે. આ સિવાય બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે પણ આ કાર્યવાહીને યોગ્ય ગણાવી છે.

1) આનંદ મહિંન્દ્રાએ મનની વાત કહી

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એમડી આનંદ મહિન્દ્રાએ ભારતીય વાયુસેનાની કાર્યવાહીનું સમર્થન કર્યું છે. એક ટ્વિટમાં આનંદ મહિન્દ્રાએ લખ્યું કે તેઓ સુરક્ષિત રીતે પરત આવી ગયા... જે એક ઉપલબ્ધી છે. તો ચાલો આપણે તે લોકોની નિરંતર સુરક્ષા માટે પ્રાર્થના કરીએ જે આપણી રક્ષા કરે છે...આનંદ મહિન્દ્રાના આ ટ્વિટને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 12 હજાર લોકો તેમના ટ્વિટને લાઈક કરી ચૂક્યા છે.

ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને કરેલી કાર્યવાહીનો બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે પણ સ્વાગત કર્યું છે. અક્ષય કુમારે આ કાર્યાવાહી પર ટ્વિટ કરીને લખ્યું છે કે ભારતીય વાયુસેનાની આ કાર્યાવાહી પર અમને ગર્વ છે. અંદર ઘુસીને મારો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો