તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિન્દ્રા અને ફોર્ડે મિડસાઇઝ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ વિક્સાવવા સમજૂતી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમજૂતિથી બંને કંપનીઓ વચ્ચેનું વર્તમાન વ્યૂહાત્મક જોડાણ મજબૂત થશે
  • ભારત અને ઊભરતા બજારોમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ પર ફોકસ કરવામાં આવશે
નવી દિલ્હી: મહિન્દ્રા ગ્રુપ અને ફોર્ડ મોટર કંપનીએ મિડ સાઇઝ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ(SUV) વિક્સાવવા માટે ડેફિનેટિવ એગ્રીમેન્ટ કરીને તેમનાં વર્તમાન વ્યૂહાત્મક જોડાણને મજબૂત કરવાની દિશામાં આગામી પગલું ભર્યું છે. આ અંતર્ગત ભારત અને ઊભરતા બજારોમાં સીમાચિહ્ન સમાન પ્રોડક્ટ દાખલ કરવા મહિન્દ્રા અને ફોર્ડ સાથે મળીને કામ કરશે. સપ્ટેમ્બર 2017માં બંને કંપનીઓ વચ્ચે વ્યૂહાત્મક જોડાણ થયું હતું. બાદમાં ઓક્ટોબર 2018માં પાવરટ્રેન શેરિંગ અને કનેક્ટેડ કાર સોલ્યુશન્સની જાહેરાતના પગલે બંને કંપનીઓ વચ્ચેનું જોડાણ સતત મજબૂત થઈ રહ્યું છે.

1) નવા મિડસાઇઝ સ્પોર્ટસ યુટિલિટી વ્હિકલમાં કોમન મહિન્દ્રા પ્રોડક્ટ પ્લેટફોર્મ અને પાવરટ્રેન હશે

નવા મિડસાઇઝ સ્પોર્ટસ યુટિલિટી વ્હિકલ (C-SUV)માં કોમન મહિન્દ્રા પ્રોડક્ટ પ્લેટફોર્મ અને પાવરટ્રેન હશે,આમ એન્જિનિયરીંગ અને કમર્શિયલ કાર્યક્ષમતાને વેગ મળશે. M&Mના મેનેજિંગ ડિરેક્ટર ડો. પવન ગોયેન્કાએ જણાવ્યું હતું કે, 2017માં ફોર્ડ સાથે અમારા વ્યૂહાત્મક જોડાણ બાદ અમે કરેલી નોંધપાત્ર પ્રગતિ અને અમે રચેલી સંયુક્ત અસરકારકતાથી અમે ખુશ છીએ. આજની જાહેરાત બંને કંપનીઓ વચ્ચેના જોડાણમાં મહત્વનું પગલું છે. સંયુક્ત વિકાસ માટે કેટલાંક ક્ષેત્રો નક્કી કર્યા બાદ હવે બંને કંપનીઓ કોમન પ્રોડક્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પ્રોડક્ટ વિક્સાવવા પર કામ ચાલુ રહેશે. આનાથી પ્રોડક્ટ ડેવલપમેન્ટ ખર્ચ ઘટશે અને બંને કંપનીઓ માટે કદના લાભ વધશે.

ફોર્ડના પ્રેસિડન્ટ (ન્યુ બિઝનેસ, ટેકનોલોજી એન્ડ સ્ટ્રેટેજી) જીમ ફરેલીએ જણાવ્યું હતું કે, આજની જાહેરાત દ્વારા અમે મહિન્દ્રા સાથેની અમારી વર્તમાન ભાગીદારીને મજબૂત કરી છે એટલું જ નહીં, ભારત જેવા મહત્વનાં ઊભરતા બજારમાં અમારી સ્પર્ધાત્મકતા તેજ કરી છે. ફોર્ડની ટેકનોલોજીકલ લીડરશીપ, મહિન્દ્રાનું સફળ ઓપરેટિંગ મોડલ અને પ્રોડક્ટ કુશળતા અમને એવું વ્હિકલ વિક્સાવવામાં મદદ કરશે, જે ભારત તથા અન્ય ઊભરતા બજારોમાં ગ્રાહકોની અપેક્ષાઓને સંતોષવામાં અમને મદદ કરશે. બંને કંપનીઓ વચ્ચેનાં વ્યૂહાત્મક જોડાણમાં બંને કંપનીઓની નિપુણતાનો લાભ ઉઠાવવા પર ફોકસ મૂકવામાં આવ્યું છે. ફોર્ડ વૈશ્વિક પહોંચ ધરાવે છે અને મહિન્દ્રા ભારતમાં સફળ અને ઓપરેટિંગ મોડલ તથા વ્યાપક પહોંચ ધરાવે છે. બંને કંપનીઓની ટીમો ઇલેક્ટ્રિફિકેશન, ડિસ્ટ્રીબ્યુશન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સહિતનાં દ્વિપક્ષીય હિત માટે જોડાણ ચાલુ રાખશે.

અગાઉ આ વર્ષના પ્રારંભમાં આ જોડાણે ફોર્ડના વર્તમાન અને ભાવિ વાહનોના ઉપયોગ માટે 2020થી લો-ડિસ્પ્લેસમેન્ટ પેટ્રોલ એન્જિન વિક્સાવવા અને સપ્લાય કરવા મહિન્દ્રા ગ્રુપ સાથે સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા. મહિન્દ્રા અન ફોર્ડે ટેલિમેટિક્સ કન્ટ્રોલ યુનિટના સંયુક્ત વિકાસની પણ જાહેરાત કરી હતી. મહિન્દ્રા છેલ્લાં સાત દાયકાથી ભારતમાં યુટિલિટી સેગમેન્ટમાં અગ્રેસર છે. સરળતાના આગ્રહને કારણે મહિન્દ્રા જૂજ વૈશ્વિક કંપનીઓમાં સ્થાન પામે છે, જે ક્લીન અને એફોર્ડેબલ ટેકનોલોજીમાં અગ્રેસર છે અને ભારતમાં ઇલેક્ટ્રીક વ્હિકલ્સ કમર્શિયલી ધોરણે વેચે છે. 

પોતાની વૈશ્વિક હાજરીનું વિસ્તરણ કરતાં મહિન્દ્રા કોરિયામાં સાંગયોંગ મોટર કંપનીમાં બહુમતી હિસ્સો ધરાવે છે અને તેણે અમેરિકામાં રાઇડ શેરિંગ પ્લેટફોર્મમાં રોકાણ દ્વારા શેર્ડ મોબિલિટી ક્ષેત્રે પણ પ્રવેશ કર્ચો છે અને તે વિશ્વનાં પ્રથમ ઇલેક્ટ્રિક કનેક્ટેડ સ્કુટર GenZe જેવી પ્રોડક્ટ્સ વિક્સાવી રહી છે. ફોર્ડ ભારતમાં 1995માં પ્રવેશી હતી અ તે ભારતમાં પ્રવેશનાર પ્રારંભિક ઓટોમેકર્સમાંની એક છે. હાલમાં ભારતમાંથી કારની મોટી નિકાસકારોમાં સ્થાન પામતી ફોર્ડ ચેન્નાઇ, તામિલનાડુ અને સાણંદ (ગુજરાત)ની ઉત્પાદન સુવિધા ખાતેથી વાહનો અને એન્જિનનું ઉત્પાદન અને નિકાસ કરે છે. ભારતમાં ફોર્ડના કર્મચારીઓ વિશ્વમમાં બીજા ક્રમે સ્થાન ધરાવે છે. ભારતમાં તેના પ્લાન્ટ અને નવી દિલ્હી, ચેન્નાઇ અને કોઇમ્બતુરમાં વૈશ્વિક બિઝનેસ સર્વિસિસ ઓપરેશન્સ દ્વારા તેના 14000થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...