તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનનો KSE-100 128 અંકના ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 68 અંક ઘટ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • કારોબાર દરમિયાન KSE-100 1500 અંક સુધી ઘટ્યો
 • વિપ્રો અને મોટર્સના શેરમાં 3-3%નો ઘટાડો, એચયુએલ 2% નુકસાનમાં રહ્યો
 • ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 36371ના ઉચ્ચ સ્તરે, જયારે 35735ના નીચેલા સ્તરે રહ્યો હતો
મુંબઈઃ પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાન શેરબજારમાં આજે મોટું ગાબડું પડયું હતું. બુધવારે કરાચી સ્ટોક એક્સચેન્જ(KSE)-100 ઈન્ડેક્સ 1500 અંક સુધી ઘટ્યો હતો. જોકે બાદમાં માર્કેટે રીકવરી કરતા તે 128 અંક ઘટીને 38,692 પર બંધ રહ્યો હતો. જયારે સેન્સેક્સ 68 અંક ઘટીને 35,905 પર બંધ થયો હતો. જયારે નિફ્ટી 28 અંક ઘટીને 10,806 પર બંધ રહ્યો હતો. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવની હાલતના કારણે રોકાણકારો હાલ ડરેલા છે. પાકિસ્તાની વિમાનોએ ભારતીય વાયુસેનાની બોર્ડરનું ઉલ્લંઘન કર્યું હોવાના સમાચાર વહેતા થયા બાદ વેચાણ વધ્યું હતું.

1) સેન્સેક્સ ઈન્ટ્રા-ડેમાં 397 અંક વધ્યો

શેરબજારમાં કારોબારની શરૂઆત વધારા સાથે થઈ હતી. સેન્સેક્સ મંગળવારે ક્લોઝિંગ સ્તર 35,973.71થી 165 પોઈન્ટ ઉપર 36,138.83 પર ખુલ્યો. ઈન્ટ્રા-ડેમાં 397 અંકનો ઉછાળો આવ્યો હતો.

એનએસઈના ટોપ-5 લુઝર

શેર

ઘટાડો
ઈન્ફ્રાટેલ3.73%
વેદાંતા3.30%
વિપ્રો3.28%
ટાટા મોટર્સ3.23%
હિન્દુસ્તાન યૂનીલીવર2.07%

એનએસઈના ટોપ-5 ગેનર

શેર વધારો
ભારતી એરટેલ2.66%
અલ્ટ્રાટેક સિમેન્ટ2.15%
લાર્સન એન્ડ ટુબ્રો1.51%
બજાજ ઓટો1.46%
સન ફાર્મા1.29%

કોર્પોરેશન, અલ્હાબાદ અને ધનલક્ષ્મી બેન્ક મંગળવારે આરબીઆઈના પીસીએ લિસ્ટમાંથી બહાર થઈ ગઈ હતી. હવે આ બેન્કો લોન આપી શકશે અને નવી બ્રાન્ચો ખોલી શકશે. આ કારણે આ બેન્કોના શેરોમાં બુધવારે તેજી આવી હતી. કારોબાર દરમિયાન કોર્પોરેશન અન ધનલક્ષ્મી બેન્કોના શેરમાં 10-10 ટકા તેજી આવી. જોકે ક્લોઝિંગ અનુક્રમે 4.43 ટકા અને 9.68 ટકાના વધારા સાથે થયું હતુંૃ. અલ્હાબાદ બેન્કનો શેર 6.36 ટકાના વધારા સાથે બંધ થયો હતો. ઈન્ટ્રા-ડેમાં તે 8.20% સુધી ચઢ્ય હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો