તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતની જવાબી કાર્યવાહીના પગલે પાકિસ્તાનાનો KSE100 785 અંક ગગડ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સેન્સેકસ 239 અંકના ઘટાડા સાથે 35,973 પર બંધ થયો હતો
 • નિફ્ટી પણ 44 અંક ઘટીને 10,835 પર બંધ થયો હતો
 • ટાટા મોટર્સ, આઈઓસી, કોલ ઈન્ડિયામાં તેજી જોવા મળી 
મુંબઈઃ પુલવામાં આતંકવાદી હુમલા બાદ આજે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં કરેલા હુમલાની અસર પાકિસ્તાનના શેરબજાર પર મોટા પ્રમાણમાં થઈ હતી. કરાચી સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ, KSE100 785 અંકના ઘટાડા સાથે 38,821 પર બંધ થયો હતો. બીજી તરફ સેન્સેકસ 239 અંકના ઘટાડા સાથે 35,973 પર બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી પણ 44 અંક ઘટીને 10,835 પર બંધ થયો હતો.

1) એચસીએલ ટેક, એચડીએફસી સહિતના શેરોમાં ઘટાડો

એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનની સીમામાં આતંકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની કાર્યવાહીના સમાચારો બાદ બંને દેશોની વચ્ચે તણાવ વધવાના કારણે શેરબજારમાં ઘટાડો આવ્યો હતો. એનએસઈ પર ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સમાં 3.49 ટકા, એચસીએલ ટેકમાં 2.20 ટકા, એચડીએફસીમાં 2.03 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્કમાં 2.00 ટકા અને ઈન્ફોસિસમાં 1.77 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જયારે ઝી એન્ટરટેન્ટમેન્ટમાં 6.01 ટકા, ટાટા મોટર્સમાં 4.13 ટકા, આઈઓસીમાં 2.81 ટકા, કોલ ઈન્ડિયામાં 2.75 ટકા અને ટીસીએસમાં 2.39 ટકાનો વધારો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો