આર્થિક સંકટ / જેટના 26 વર્ષ જૂના પાયલટનો આરોપ- મેનેજમેન્ટે 20,000 કર્મચારીઓને અંધારામાં રાખ્યા

Divyabhaskar.com

Apr 20, 2019, 04:19 PM IST
Jet pilot shoots tough questions at management asking what conspired and who failed us

 • આરોપ લગાવનાર સુધીર ગૌર જેટ એરવેઝની શરૂઆતથી એરલાઈન સાથે જોડાયેલા છે
 • સીઈઓ વિનય દુબેને પત્ર લખીને પુછ્યું- એરલાઈનને બંધ કરવાનો વારો કેમ આવ્યો

મુંબઈઃ જેટ એરવેઝના 26 વર્ષ જૂના પાયલટ સુધીર ગૈરે એરલાઈનના મેનેજમેન્ટ પર આરોપ લગાવ્યો છે કે તેણે 20 હજારથી વધુ કર્મચારીઓને અંધારામાં રાખ્યા છે. સ્ટાફને સમયે-સમયે એ ઘટનાઓ વિશે જણાવવામાં આવ્યું નથી, જેના કારણે એરલાઈનનું સંચાલન અચોક્કસ મુદત માટે બંધ કરવું પડ્યું.

પાયલટે મેનેજમેન્ટમાં થયેલા ફેરફારો બાબતે સીઈઓ પાસેથી જવાબ માંગ્યો

ગૈરનું કહેવું છે કે અમને એનો જવાબ જોઈએ કે 26 વર્ષ પહેલા જે એરલાઈનને આપણે શરૂ કરી તેને બંધ કરવાનો વારો કઈ રીતે આવ્યો. અમે તથ્યો અને સમગ્ર ઘટનાક્રમની જાણકારી મળે તેની રાહ જોઈ રહ્યાં છે. જેથી જાણી શકાય કે કોણે શું પ્લોટ કર્યો જેનાથી એરલાઈન નિષ્ફળ થઈ. ગૌરે જેટ એરવેઝના સીઈઓ વિનય દુબેને પત્ર લખીને ઓગસ્ટ 2018થી મેનેજમેન્ટમાં થયેલા ફેરફાર વિશે જવાબ માંગ્યો છે.

જેટનું ભવિષ્ય હવે બેન્કો દ્વારા ચાલી રહેલી પ્રક્રિયા પર નિર્ભર

17 એપ્રિલની રાતથી ફલાઈટનું સંચાલન બંધ કરી ચૂકેલી જેટ એરવેઝનું ભવિષ્ય હવે હિસ્સો વેચવા માટે ચાલી રહેલી પ્રક્રિયા પર ટકેલું છે. એસબીઆઈના નેતૃત્વમાં જેટની લેન્ડર્સ બેન્કોના કંસોર્શિયમ દ્વારા ચાલુ પ્રક્રિયા 10 મે સુધીમાં પુરી થશે. બેન્કોએ કહ્યું કે જે કંપનીઓએ શરૂઆતની બોલી લગાવી હતી, તેમને અંતિમ બોલી લગાવવા માટે 16 એપ્રિલે બિડ ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે. એસબીઆઈના નેતૃત્વમાં 26 બેન્કોએ જેટને 8,500 કરોડ રૂપિયાની લોન આપી છે.

X
Jet pilot shoots tough questions at management asking what conspired and who failed us
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી