રિપોર્ટ / જેટના કર્મચારીઓને આદેશ- મીડિયા સાથે વાતચીત ન કરો, તેનાથી બોલી પ્રક્રિયા પર અસર પડી શકે છે

Jet issues gag order fearing impact on stake sale
X
Jet issues gag order fearing impact on stake sale

  • જેટ એરવેઝના શેર વેચવા માટે બેન્કો તરફથી શરૂ કરવામાં આવેલી બોલી પ્રક્રિયા ચાલુ
  • 10 મે સુધીમાં પ્રક્રિયા પૂરી થશે, એરલાઈનનું ભવિષ્ય તેની પર નિર્ભર 

Divyabhaskar.com

Apr 19, 2019, 02:37 PM IST
નવી દિલ્હીઃ જેટ એરવેઝે કર્મચારીઓને આદેશ આપ્યો છે કે તે બહારના લોકો સાથે ખાસ કરીને મીડિયા સાથે વાતચીત ન કરે. આ કારણે એરલાઈનનો હિસ્સો વેચવા માટે ચાલી રહેલી બોલી પ્રક્રિયા પર અસપ પડી શકે છે. 

કર્મચારીઓની 3-4 મહિનાની સેલેરી બાકી

જેટ એરવેઝના મેનેજમેન્ટે ગુરૂવારે મેલ કરીને કર્મચારીઓને કહ્યું છે કે એરલાઈનના લેન્ડર્સ દ્વારા ચાલી રહેલી બોલી પ્રક્રિયા હાલ મહત્વના ચરણમાં છે. ત્યારે કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ ટીમે જ મીડિયા સાથે વાતચીત કરવી જોઈએ.
વેતન અને ભથ્થાં ન મળવાને કારણે આર્થિક તંગીનો સામનો કરી રહેલી જેટ એરવેઝના સંખ્યાબંધ કર્મચારીઓ ગુરૂવારે દિલ્હીના જતંર-મતંર પર એકત્રિત થયા હતા. તેમણે એરલાઈનને બચાવવા માટે સરકારને દખલ કરવા અપીલ કરી હતી. હાલ કર્મચારીઓની 3-4 મહિનાની સેલેરી બાકી છે. હાલ નોકરી જવાનો પણ ખતરો છે.
બુધવારે રાતથી ફલાઈટ્સનું સંચાલન બંધ કરી ચૂકેલી જેટ એરવેઝનું ભવિષ્ય હવે હિસ્સો વેચવા માટે ચાલી રહેલી પ્રક્રિયા પર ટકેલું છે. બેન્કોએ કહ્યું છે કે જે કંપનીઓએ શરૂઆતમાં બોલી લગાવી હતી, તેમણે અંતિમ બોલી લગાવવા માટે 16 એપ્રિલે બિડ ડોક્યુમેન્ટ આપી દીધા છે. એસબીઆઈના નેતૃત્વમાં 26 બેન્કોએ જેટને 8,500 કરોડની લોન આપી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી