રિપોર્ટ / હવાઈ ભાડા પર હવે રોજ નજર રાખશે DGCA, ફન્ડ નહિ મળે તો જેટનું સંચાલન બંધ થઈ શકે છે

Jet crisis: Banks meet no word on funding yet board to meet Tuesday
Jet crisis: Banks meet no word on funding yet board to meet Tuesday
X
Jet crisis: Banks meet no word on funding yet board to meet Tuesday
Jet crisis: Banks meet no word on funding yet board to meet Tuesday

  • સોમવારે બેન્કોની બેઠક થઈ, જેટ એરવેઝને ફંડ આપવા પર નિર્ણય થયો નથી
  • રિઝોલ્યુશન પ્લાન અંતર્ગત 1500 કરોડ રૂપિયા મળનાર છે, અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયા મળ્યા

Divyabhaskar.com

Apr 16, 2019, 06:42 PM IST

મુંબઈઃ જેટના આર્થિક સંકટની વચ્ચે વધતા હવાઈ ભાડાને લઈને મંગળવારે DGCA(ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)એ એરલાઈન કંપનીઓની સાથે બેઠક કરી હતી. DGCAના સિનિયર અધિકારીઓએ જણાવ્યું કે ભાડા પર રોજ નજર રાખવામાં આવશે. એરલાઈન કંપનીઓ સાથે પણ વાત ચાલું રહેશે. બીજી તરફ મંગળવારે એક મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જેટ એરવેઝનું સંચાલન અસ્થાઈ રૂપથી બંધ થઈ શકે છે. આ રિપોર્ટ પર બીએસઈએ જેટ એરવેઝ પાસેથી સફાઈ માંગી છે. બીજી તરફ જેટનો શેર ઈન્ટ્રા-ડેમાં 19 ટકા ઘટીને 213.20 રૂપિયા પર પહોંચ્યો છે. જેટનું બોર્ડ આજે એરલાઈનના ભવિષ્યને લઈને નિર્ણય લેશે.

જેટની આંતરાષ્ટ્રીય ઉડાનો 18 એપ્રિલ સુધી રદ

જેટ એરવેઝના સીઈઓ વિનય દુબેએ સોમવારે કર્મચારીઓને ઈમેલ દ્વારા જણાવ્યું કે કરદાતાઓ સાથે ચાલી રહેલી વાતચીત અને બીજા મુદ્દાઓને બોર્ડ મિટિંગમાં રાખવમાં આવશે. તેના આધારે મેનેજમેન્ટ, બોર્ડ પાસેથી સલાહ લઈને આગળનો નિર્ણય લેશે.
ઈન્ટરિમ ફંડ ન મળવાના કારણે જેટ દ્વારા આંતરાષ્ટ્રીય ફલાઈટ્સને 18 એપ્રિલ સુધી રદ કરી દીધી છે. જેટ એરવેઝ માત્ર 7 વિમાનો સાથે ઘરેલું ઉડાનોનું સંચાલન કરી રહી છે. ડિસેમ્બર 2018માં 123 વિમાન ઓપરેશન્સમાં સામેલ હતા. 
25 માર્ચે જેટ એરવેઝના બોર્ડે રિઝોલ્યુશનના પ્લાનને મંજૂરી આપી હતી. આ અંતર્ગત એસબીઆઈના નેતૃત્વવાળી બેન્કોના કન્સોર્શિયમ પાસેથી એરલાઈનને 1,500 કરોડ રૂપિયાનું ફન્ડિંગ મળનાર હતું. જોકે બેન્કો તરફથી અત્યાર સુધીમાં માત્ર 300 કરોડ રૂપિયા જ મળ્યા છે. જોકે આ માટે બેન્કોએ પ્રોસેસમાં સમય લાગતો હોવાનું કારણ રજૂ કર્યું છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી