નવું પ્લેટફોર્મ / ઈન્ફીબીમ અને પ્રાઈમચેન ટેક્નોલોજીસ સાથે મળીને બ્લેકચેન ઈનવોઈઝિંગ પ્લેટફોર્મ વિકસાવશે

Inifbeam and Primechain technologies collaborates to develop Blockchain Invoicing Platform
X
Inifbeam and Primechain technologies collaborates to develop Blockchain Invoicing Platform

  • આઇબીએમ લિનક્સ વન સર્વર્સ સાથે ઇન્ફિબીમ ડેટાસેન્ટરને તેમના એન્ક્રિપ્શન ક્ષમતાઓ, ઝડપ અને માપનીયતાને કારણે પસંદ કરવામાં આવ્યું છે

Divyabhaskar.com

Apr 19, 2019, 06:45 PM IST
અમદાવાદ: આંતરરાષ્ટ્રીય વેપાર હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે અને આંતરરાષ્ટ્રીય સરહદોમાં મૂડી, માલ અને સેવાઓનું વિનિમય કરવામાં આવે છે. વેપાર ધિરાણ આંતરરાષ્ટ્રીય વેપાર, ચલણની વધઘટ, રાજકીય અસ્થિરતા અને બિન-ચુકવણી અને ધિરાણક્ષમતાના મુદ્દાઓના અન્ય જોખમો સામે રક્ષણ આપે છે. ક્રોસ બોર્ડર અને ઘરેલું વેપાર ચુકવણીઓના વાસ્તવિક સમયના પ્લેટફોર્મની વધતી જતી માંગને પહોંચી વળવા માટે, ભારતના અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ અને પેમેન્ટ સોલ્યુશન કંપની ઇન્ફીબીમ  એવેન્યુઝ લિમિટેડ અને બ્લોકચેન ટેકનોલોજી પ્રદાતા પ્રાઇમચૈન ટેક્નોલોજિસે ક્રોસ બોર્ડરને વધુ સ્કેલેબલ બ્લોકચેન ઇન્વોઇસિંગ પ્લેટફોર્મ વિકસાવવા સહયોગ આપ્યો છે. બ્લોકચેન માટે પ્રાઇમચેેન API અને તકનીકી સ્ટેક ખાસ કરીને ઇન્ફિબીમના સ્ટેટ-ઓફ-ડાર્ટ ઇન્ટિગ્રેટેડ ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ચાલશે, જેમાં ગાંધીનગર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટી "ગિફ્ટ" ખાતે LinuxOne પ્લેટફોર્મ સાથેનો સમાવેશ થાય છે. પ્લેટફોર્મ મલ્ટિચેન, Hyperledger Fabric અને Hyperledger Sawtooth સહિત અનેક બ્લોકચેન ફ્રેમવર્કને સપોર્ટ કરશે. ટ્રેડ ફાઇનાન્સનું બજાર દર વર્ષે 12 ટ્રિલિયન અમેરિકન ડોલરથી વધુ હોવાનો અંદાજ છે. (સોર્સ: વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)

ઇન્ફિબીમ ગ્લોબલ ફિનટેક બિઝનેસના ઉભરતા પરિમાણોનો ઉપયોગ કરવા માટે તૈયાર

જ્યારે ઇન્ફિબીમએ ફીનટેક ફ્યુચર સોલ્યૂશનમાં રોકાણ કરવાનું ચાલુ કર્યું છે, ત્યારથી પરંપરાગત નાણાકીય ક્ષેત્રને ડિજિટલાઇઝેશન કરીને વધુ સુરક્ષિત અને એનક્રિપ્ટ ફિંટેક પ્લેટફોર્મ માટેની એક તક ઉભી કરી છે. પ્રાઇમચેન ટેક્નોલોજિસ સાથેના સહયોગથી ઇન્ફિબીમે 12 ટ્રિલિયન* અમેરિકન ડોલરનું લક્ષ્ય બનાવશે જેનાથી ગ્લોબલ ટ્રેડ ફાઇનાન્સ માર્કેટની કંપનીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર નોંધપાત્ર અસર કરશે. સંસ્થાઓ કે જે આયાતકારો અને નિકાસકારો, બેન્કો અને એફઆઈ, વીમા કંપનીઓ અને નિકાસ ક્રેડિટ એજન્સીઓ, સરકારી એજન્સીઓ અને સેવા પ્રદાતાઓ, બ્લોકચેન તકનીકી પ્લેટફોર્મનો સમાવેશ કરી શકે છે; માહિતી અને નાણાં પ્રવાહ વેગ; ઓડિટિબિલીટીમાં મોટા પ્રમાણમાં સુધારો કરે છે અને પ્રક્રિયાઓને સ્ટ્રીમલાઇન કરે છે.
ઇન્ફિબીમના મેનેજિંગ ડિરેક્ટર, વિશાલ મહેતાએ જણાવ્યું કે ઇન્ફિબીમ ગ્લોબલ ફિનટેક બિઝનેસના ઉભરતા પરિમાણોનો ઉપયોગ કરવા માટે તૈયાર છે, જેના માટે અમે ફાઇનાટેક ડોમેન માટે સંભવિત પાર્ટનર સાથે રોકાણ કરવાનું અને સહયોગ કરવાનું ચાલુ રાખીએ છીએ. અમે વૈશ્વિક વેપાર ફાઇનાન્સ માટે નવીનતમ નાણાકીય ઉત્પાદનો વિકસાવવા અને પ્રદાન કરવાની અમારી અદ્યતન ડેટા સેન્ટર ફ્રેમવર્ક અને ક્ષમતા સાથે સખત સ્થાયી છીએ.
પ્રાઇમચેનના સીઇઓ શિનમ અરોરાએ જણાવ્યું હતું કે, "પ્લેટફોર્મ એન્ટી-મની લોન્ડરિંગ સમીક્ષા, માલસામાનની હરાજી અને ભાડા કરાર, કાર્ગો ટ્રેકિંગ, ક્રોસ બોર્ડર ટ્રેડ પેમેન્ટ, ઇનવોઇસ ડિસ્કાઉન્ટિંગ પ્લેટફોર્મ, સપ્લાય ચેન પારદર્શિતા, બનાવટી વસ્તુમાં ઘટાડા અને વેપાર દસ્તાવેજો ફાળવણી અને વહેંચણી ઉપયોગના સહિતના કિસ્સાઓની વ્યાપક શ્રેણીને સમર્થન આપશે. આઇબીએમ લિનક્સ વન સર્વર્સ સાથે ઇન્ફિબીમ ડેટાસેન્ટરને તેમના એન્ક્રિપ્શન ક્ષમતાઓ, ઝડપ અને માપનીયતાને કારણે પસંદ કરવામાં આવ્યું છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી