મુંબઈ / ઘરેલું બજારમાં ડોલરની માંગ વધવાથી રૂપિયો સાત પૈસા ઘટ્યો

Divyabhaskar.com | Updated - Apr 15, 2019, 01:23 PM
Indian rupees price rs69 24 for 1 usd slipped by 7 paisa
X
Indian rupees price rs69 24 for 1 usd slipped by 7 paisa

  • ઘરેલું બજારના સકારાત્મક વલણથી રૂપિયાની હાલત સુધરી 
  • સેન્સેક્સમાં 78.27 અને નિફ્ટીમાં 27.75 અંકનો વધારો જોવા મળ્યો 

મુંબઈ: ડોલરની માંગ વધવાથી સોમવારે રૂપિયો 7 પૈસા ઘટ્યો હતો. નિકાસકારો અને બેન્કોએ ડોલરની ખરીદી વધુ કરી હતી, જેનાથી રૂપિયો ઘટ્યો હતો. જોકે ઘરેલું બજારના સકારાત્મક વલણથી રૂપિયાની હાલતમાં થોડો સુધારો થયો છે. બજારમાં વિદેશી કરન્સીની આવકથી રૂપિયાની હાલતમાં સુધારો થયો છે.

શુક્રવારે ડોલરની સરખામણીમાં રૂપિયાની કિંમત 69.17 હતી

1.સોમવારે જયારે બજાર ખુલ્યું ત્યારે ઈન્ટરબેન્ક ફોરેક્સ બજારમાં રૂપિયાની કિંમત 69.07 હતી. શુક્રવારે ડોલરની સરખામણીમાં  રૂપિયો 69.17 પર બંધ થયો હતો. જોકે સોમવારે ડોલરની માંગ વધવાથી રૂપિયો 69.24 સુધી ઘટ્યો હતો. શુક્રવાર પ્રમાણે જોવામાં આવે તો ડોલરની સરખામણીમાં રૂપિયાની કિંમત 7 પૈસા ઘટી હતી.
2.ફોરેક્સ ડીલર્સનું કહેવું છે કે વિદેશી બજારમાં ડોલર મજબૂત થવાથી ઘરેલું બજાર પર દબાણ પડે છે. જેની રૂપિયાની કિંમત પર પ્રતિકૂળ અસર પડી. જયારે ઘરેલું બજારમાં વિદેશી કરન્સીની આવક વધી તો રૂપિયો ફરીથી સુધર્યો.
3.કેપિટલ માર્કેટમાં ફોરેન ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટર સૌથી મોટા ખરીદદાર છે. ડેટા મુજબ શુક્રવારે એફઆઈઆઈએ 897.45 કરોડ રૂપિયાનું બજારમાં રોકાણ કર્યું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App