તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1400 કરોડ રૂપિયાના ફ્રોડમાં ક્રેડિટ સુઈસ બેન્કના 3 પૂર્વ કર્મચારીઓની ધરપકડ, તેમાંથી એક ભારતીય મૂળનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ આફ્રિકાના દેશ મોજામ્બિકની સરકારી કંપનીને આપવામાં આવેલી લોન સાથે સંકળાયેલો મામલો
  •  ક્રેડિટ સુઈસ અને બીટીબી બેન્કની લંડન સ્થિત શાખાઓમાંથી લોન આપવામાં આવી હતી
  • ભારતીય મૂળના સુરજન સિંહ ફેબ્રુઆરી 2017 સુધી ક્રેડિટ સુઈસ ગ્લોબલ ફાઈનાન્સ ગ્રુપમાં એમડી હતા
લંડનઃ 14000 કરોડ રૂપિયાના લોન ગોટાળાના મામલામાં ક્રેડિટ સુઈસ બેન્કના 3 પૂર્વ કર્મચારીઓની ગુરૂવારે ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક ભારતીય મુળનો છે. અંન્ડ્રય પીઅર્સ(49), સુરજન સિંહ(44) અને ડેટેલિના સુબેબા(37)ની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. જોકે બાદમાં તેમને જામીન મળી ગયા છે. અમેરિકા આ ત્રણેનું પ્રત્યાર્પણ ઈચ્છે છે. આ ત્રણે પર અમેરિકાના લાંલચ વિરોધી કાયદાનું ઉલ્લંઘન કરી ષંડયંત્ર રચી, મની લોન્ડ્રિંગ અને છેતરપીડીં કરવાનો આરોપ છે. ન્યુયોર્કની કોર્ટેમાં તેમની સામે કેસ ચાલી રહ્યો છે. 

અમેરિકાના વકીલના જણાવ્યા પ્રમાણે ત્રણે આરોપી દક્ષિણ આફ્રીકાના દેશ મોજામ્બિકની સરકારી કંપનીઓના નકલી લોન મામલાઓમાં સામેલ હતા. આ મામલામાં મોજામ્બિકના પૂર્વ નાણાં મંત્રી મૈનુઅલ ચાંગ(63)ની આ સપ્તાહમાં દક્ષિણ આફ્રિકામાં ધરપકડ થઈ હતી.

ક્રેડિટ સુઈસ બેન્કનું કહેવું છે કે ત્રણ આરોપી પૂર્વ કર્મચારીઓએ બેન્કના વધારાના નિયંત્રણને ફેલ કરવા અને પ્રાઈવેટ ફાયદા માટે લોન સાથે જોડાયેલી માહિતી છુપાવવાની કોશિશ કરી હતી.

આ મામલામાં એક અન્ય આરોપી જેન બોસ્તાનીની બુધવારે ન્યુયોર્કમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મૂળ લેબીનોનનો રહેવાસી બોસ્તાની મોજામ્બિકની કંપની સાથે જોડાયેલા આબૂ ધાબીના કોન્ટ્રાકટર માટે કામ કરે છે.

વર્ષ 2013થી 2016ની વચ્ચે મોજામ્બિકની સરકારી કંપનીઓએ ક્રેડિટ સુઈસ અને બીટીબી બેન્કની લંડન સ્થિત બ્રાન્ચોમાંથી 14,000 કરોડ રૂપિયાથી વધુની લોન લીધી હતી. મોજામ્બિકની સરકાર લોનની ગેરન્ટર હતી. વર્ષ 2016થી કંપનીઓએ લોન ચુકવવામાં ડિફોલ્ટ કરવાનું શરૂ કર્યું.

આરોપીના જણાવ્યા પ્રમાણે ચાંગ નાણાં મંત્રી રહ્યા ત્યાં સુધીમાં મોજામ્બિકમાં મૈરીન પ્રોજેકટ્સ માટે 3 સરકારી કંપનીઓ બનાવવામાં આવી હતી. જોકે તેને બનાવવાનો હેતું ચાંગ, બોસ્તાની અને ત્રણે આરોપી બેન્કર્સને ફાયદો કરવાનો હતો.

લોનની રકમમાંથી 1400 કરોડ રૂપિયા પાંચ આરોપીઓ અને મોજામ્બિકના કેટલાક અધિકાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આરોપીએ અમેરિકા સહિત બીજા દેશોના રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...