તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતનો ગ્રોથ રેટ 7.2% રહેવાનું અનુમાન, ગત વર્ષે આ દર 6.7% હતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એગ્રીકલ્ચર સેકટરમાં આ ગ્રોથ રેટ 3.8 ટકા રહી શકી છે
  • જુલાઈ-સપ્ટેમ્બરમાં ભારતનો ગ્રોથ રેટ ઘટીને 7.1 ટકા રહ્યો હતો
નવી દિલ્હીઃ ભારતનો વિકાસ દર ચાલું નાણાંકીય વર્ષ 2018-19માં 7.2 ટકા રહેવાની શકયતા છે. ગત વર્ષે  આ આંકડો 6.7 ટકા હતો. એગ્રીકલ્ચર અને મેન્યુફેકચરિંગ સેકટરમાં સુધારાને કારણએ આ વર્ષે જીડીપી દરનું અનુમાન વધ્યું છે.

1) 2016-17માં વિકાસ દર 7.1 ટકા રહ્યો હતો

સરકારે સોમવારે જાહેર કરેલા આંકડાઓ મૂજબ એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી અને ફિશિંગ સેકટરમાં ગ્રોથ રેટ ગત વર્ષે રહેલા 3.4  ટકાની સરખામણીમાં વધુ એટલે કે 3.8 ટકા રહેવાની શકયતા છે. જયારે બીજી તરફ મેન્યુફેકચરિંગ સેકટરમાં 2017-18માં 5.7 ટકાની સરખામણીમાં 2018-19માં 8.3 ટકાના દરથી વિકાસ થવાનું અનુમાન છે.

વર્ષ 2015-16માં દેશનો વિકાસ દર 8.2 ટકા રહ્યો હતો. જયારે 2016-17માં વિકાસ દર 7.1 ટકા રહ્યો હતો. 2017-18માં વિકાસ દર 6.7 ટકા રહ્યો હતો. 2018-19માં દેશનો વિકાસ દર 7.2 ટકા રહ્યો હતો.

જુલાઈ-સપ્ટેમ્બર 2018માં જીડીપીનો ગ્રોથ 7.1 ટકા રહ્યો હતો. એપ્રિલ-જૂન 2018માં જીડીપી ગ્રોથ 8.2 ટકા હતો. જાન્યુઆરીથી માર્ચ 2018માં જીડીપીનો ગ્રોથ 7.7 ટકા હતો. ઓક્ટોબર-ડિસેમ્બર 2017 દરમિયાન જીડીપ ગ્રોથ 7 ટકા હતો. જુલાઈ-સપ્ટેમ્બર 2017માં જીડીપીનો ગ્રોથ 6.3 ટકા હતો. એપ્રિલ-જૂન 2017માં જીડીપીનો ગ્રોથ 5.6 ટકા હતો.

અન્ય સમાચારો પણ છે...