હવામાન / આ વર્ષ ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા, 96% વરસાદ થવાનું અનુમાન

Divyabhaskar.com | Updated - Apr 15, 2019, 06:43 PM
IMD predicts near normal monsoon

  • સોમવારે આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું પ્રથમ અનુમાન બહાર પાડવામાં આવ્યું હતું
  • સ્કાઈમેટે આ વર્ષે ચોમાસું સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન કર્યું હતું

નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે અને ચોમાસાના ચાર મહીના દરમિયાન સરેરાશ 96 ટકા વરસાદ થશે. હવામાન વિભાગે આજે આ વર્ષના દક્ષિણ-પશ્વિમ ચોમાસાનું પ્રથમ અનુમાન જાહેર કર્યું છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સેક્રેટરી ડો.એમ.રાજીવન અને ભારતીય હવામાન વિભાગના જનરલ સેક્રેટરી ડો.કે.જે.રમેશે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસા દરમિયાન જૂનથી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ લગભગ સામાન્ય રહેવાનું અનુમાન છે. 96 ટકા સરેરાશ વરસાદ થવાનું અનુમાન કરવામાં આવ્યું છે. 1951થી 2000 સુધીમાં ચોમાસા દરમિયાન દેશમાં સરેરાશ 890 મિલીમીટર વરસાદ થયો છે.

ખરીફ પાક માટે લાભદાયક રહેશે ચોમાસું: તેમણે જણાવ્યું કે આ વર્ષે ચોમાસા દરમિયાન અલનીનોની સ્થિતિ નબળી રહેશે અને ચોમાસાના છેલ્લા બે મહિનામાં તેની તીવ્રતા ઓછી રહેવાનું અનુમાન છે. આ વખતે ચોમાસાના વરસાદનું વિતરણ પણ સારું રહેશે. જે આગામી ખરીફ પાક માટે લાભદાયક રહેશે.

ચોમાસું સામાન્યથી નીચે રહેવાની 55% શકયતા- સ્કાઈમેટ: આ પહેલા પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે 2019માં દેશમાં મોનસૂન સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન કર્યું હતું. સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસામાં એલપીએની સરખામણીમાં 93 ટકા વરસાદ થઈ શકે છે. તેમાં 5 ટકાનો વધારો કે ઘટડો પણ થઈ શકે છે. જૂન-સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસામાં એલપીએ સરેરાશ 887 મિલીમીટરની સરખામણીમાં ઓછો વરસાદ થશે. ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની 55% શકયતા છે.

ફેબ્રુઆરીમાં સ્કાઈમેટે મોનસૂન સામાન્ય રહેવાનું અનુમાન કર્યું હતું: અગાઉ સ્કાઈમેટ 25 ફેબ્રુઆરી 2019એ રિપોર્ટ બહાર પાડીને આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન કર્યું હતું. આ કારણે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. જોકે હાલની સ્થિતિમાં ખૂબ જ પરિવર્તન જોવા મળી રહ્યું છે.

X
IMD predicts near normal monsoon
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App