પરિણામ / એચડીએફસી બેન્કનો નફો જાન્યુઆરી-માર્ચમાં 23% વધીને 5,885 કરોડ રૂપિયા થયો

Divyabhaskar.com

Apr 20, 2019, 06:18 PM IST
HDFC Bank Q4 profit grows 23 pc on strong loan growth; asset quality improves

 • ગત વર્ષે જાન્યુઆરી-માર્ચમાં 4,799 કરોડ રૂપિયા નફો થયો હતો 
 • વ્યાજથી થયેલી આવકમાં 22.8%નો વધારો થયો, અન્ય આવકમાં 15.2% વધારો 


મુંબઈઃ એચડીએફસી બેન્કને જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં 5,885.12 કરોડ રૂપિયાનો નફો થયો છે. તે 2018ના જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિકની સરખામણીમાં 2.26 ટકા વધુ છે. તે વખતે 4,799.28 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. સમગ્ર નાણાંકીય વર્ષ 2018-19માં બેન્કોને 32,199.64 કરોડ રૂપિયાનો નફો થયો છે. વ્યાજની આવક 22.8ન ટકા વધીને 13,089.5 કરોડ રૂપિયા થઈ છે. ગત વર્ષે જાન્યુઆરી-માર્ચમાં આ આંકડો 10,657.7 કરોડ રૂપિયા હતો.

એનપીએનું પ્રોવિઝનિંગ વધવાથી 1,889.20 કરોડ રૂપિયા થયું

વ્યાજ સિવાય અન્ય આવક 15.2 ટકા વધીને 4,871.2 કરોડ રૂપિયા થઈ છે. જાન્યુઆરી-માર્ચ 2018માં તે 4,228.6 કરોડ રૂપિયા હતી. એનપીએનું પ્રોવિઝનિંગ વધીને 1,889.20 કરોડ રૂપિયા થયું છે. જાન્યુઆરી-માર્ચ 2018માં 1,541.10 કરોડ રૂપિયા હતી.

નેટ એનપીએ ઘટીને 0.39 ટકા થઈ

ગ્રોસ એનપીએ ઘટીને 1.36 ટકા થઈ. ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં તે 0.42 ટકા અને જાન્યુઆરી-માર્ચ 2018માં તે 0.40 ટકા હતી. બેન્કના બોર્ડે નાણાંકીય વર્ષ 2018-19 માટે 15 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાનું સૂચન કર્યું છે.

એચડીએફસીની શેર પ્રાઈસ

બીએસઈઃ 2,290.15 રૂપિયા(ગુરૂવારની ક્લોઝિંગ પ્રાઈસ 0.63 ટકાના ઘટાડા બાદ)
એનએસઈઃ 2,293.00 રૂપિયા(ગુરૂવારની ક્લોઝિંગ પ્રાઈસ 0.52 ટકાના ઘટાડા બાદ)
શુક્રવારે(19 એપ્રિલ) ગુડ ફ્રાઈડેની રજાને કારણે શેરબજાર બંધ રહ્યાં

X
HDFC Bank Q4 profit grows 23 pc on strong loan growth; asset quality improves
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી