તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફલાઈટમાં 6 કલાકથી વધુ મોડું થવાની શકયતા હશે તો મુસાફરો બીજી ફલાઈટ કે રિફન્ડ લેવાના હકદાર બનશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • નાગરિક ઉડ્ડયન મંત્રીએ પેસેન્જર ચાર્ટર બહાર પાડ્યું
 • એરલાઈને ફલાઈટ કેન્સલેશનની માહિતી ડિપાર્ચરના ઓછામાં ઓછા 2 સપ્તાહ પહેલા આપવાની રહેશે

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ બુધવારે પેસેન્જર ચાર્ટર ઈસ્યુ કર્યું છે. તેમાં હવાઈ મુસાફરોના અધિકારોની માહિતી આપવામાં આવી છે. તે મુજબ કોઈ ફલાઈટમાં 6 કલાકથી વધુ મોડું થવાની શકયતા હોય તો એરલાઈને અલ્ટરનેટ ફલાઈટનો વિકલ્પ આપવાનો રહેશે. અથવા તો પછી ટિક્ટિના બધા પૈસા રિફન્ડ કરવા પડશે.

 

એરલાઈને ફલાઈટ કેન્સલેશનની માહિતી ડિપાર્ચરના ઓછામાં ઓછા 2 સપ્તાહ પહેલા આપવાની રહેશે. આ અંગેની માહિતી આપવામાં આના કરતા વધુ સમય લાગ્યો તો ફલાઈટ કે રિફન્ડનો વિકલ્પ આપવો પડશે.

 

પેસેન્જર ચાર્ટરમાં કહેવામાં આવ્યું છે કે ટિક્ટિ બુકિંગના સમયે એરલાઈને એ સ્પષ્ટ જણાવવાનું રહેશે કે કેન્સલેશનની સ્થિતિમાં કેટલી રકમ પરત કરવામાં આવશે. ઓવરબુકિંગના કારણે કોઈ પેસેન્જરને બોર્ડિંગ ન મળ્યું અને તેને ફલાઈટ ડિપાર્ચરના એક કલાકની અંદર અલ્ટરનેટ ફલાઈટ આપવામાં આવશે તો પેસેન્જર વળતરનો દાવો કરી શકશે નહિ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો