માન્યતા / FSSAIએ દૂધ અને દૂધ ઉત્પાદનો માટે NDDBની આણંદની પ્રયોગશાળાને નેશનલ રેફરન્સ લેબોરેટરી તરીકે માન્યતા આપી

Divyabhaskar.com

Apr 15, 2019, 07:40 PM IST
FSSAI recognizes NDDB Anand laboratory as National Reference Laboratory
X
FSSAI recognizes NDDB Anand laboratory as National Reference Laboratory

  • દૂધ અને દૂધના ઉત્પાદનો માટે FSSAIએ ભારતમાં એક માત્ર કાલ્ફને માન્ય કરી છે
  • ભારતભરમાં 13 માન્ય લેબોરેટરીને વિશિષ્ટ ક્ષેત્રોમાં નેશનલ રેફરન્સ લેબોરેટરીનો દરજ્જો આપવામાં આવ્યો છે

અમદાવાદ: ફુડસેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની કાલ્ફ લેબોરેટરીને ડેરી અને ડેરી ઉત્પાદનો માટે નેશનલ રેફરન્સ લેબોરેટરી (એનઆરએલ) તરીકેની માન્યતા આપી છે. દૂધ અને દૂધના ઉત્પાદનો માટે FSSAIએ ભારતમાં એક માત્ર કાલ્ફને માન્ય કરી છે. ભારતભરમાં 13 માન્ય લેબોરેટરીને વિશિષ્ટ ક્ષેત્રોમાં નેશનલ રેફરન્સ લેબોરેટરીનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેમાં આઠ સરકારી ક્ષેત્રની છે અને બાકીની પાંચ ખાનગી ક્ષેત્રની છે.

એનઆરએલનો ઉદ્દેશ લેબોરેટરીઓ સાથે નેટવર્ક બનાવવાનો છે

1.એનઆરએલનો ઉદ્દેશ વૈશ્વિક ખોરાક પરીક્ષણ અને સંશોધન લેબોરેટરીઓ સાથે લેબોરેટરી નેટવર્ક બનાવવાનો છે, જે પદ્ધતિ વિકાસ, પદ્ધતિ માન્યતા તાલીમ અને પ્રાવીણ્ય પરીક્ષણ પ્રદાન કરે છે. તે FSSAI સૂચિત લેબોરેટરીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરે છે અને FSSAI સૂચિત લેબોરેટરીઓ વચ્ચે માહિતીની અદલા-બદલીનું સંકલન કરે છે.
2.ડેરી અને ડેરી ઉત્પાદનો માટે કાલ્ફના નામાંકનને એનઆરએલ તરીકે ડેરી ઉત્પાદનોના પરીક્ષણની પદ્ધતિમાં સુધારો કરવાની તક પૂરી પાડે છે કારણ કે ડેરી ઉત્પાદનોમાં દૈનિક ધોરણે અનેક પ્રકારનાં પરીક્ષણો કરવામાં આવે છે. આ પરીક્ષણોના પરિણામો ઉદ્યોગ માટેના કાયદાનું પાલન કરે છે કે કેમ તે પરિણામને પ્રભાવિત કરે છે. કાલ્ફ હિસ્સેદારો દ્વારા યોગ્ય નિર્ણયો લેવામાં પરિણામોની સરખામણીએ ઉચ્ચ સ્તરના આત્મવિશ્વાસને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે એકીકરણ પર કાર્ય કરશે અને નિયમિત પરીક્ષણ પ્રક્રિયાઓ માટે પદ્ધતિઓ વિકસિત કરશે. નેશનલ રેફરન્સ લેબોરેટરી તરીકે, કાલ્ફ દૂધ અને દૂધના ઉત્પાદનોમાં વિશ્લેષણાત્મક વિજ્ઞાનની માહિતી માટે જ્ઞાન અને સંસાધન કેન્દ્ર હશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી