તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોક્સકોનના ચેરમેને કહ્યું- ભારતમાં આ વર્ષે મોટા પાયે આઈફોનનું પ્રોડક્શન શર કરીશું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોક્સકોન એપલની સૌથી મોટી એસેમ્બલિંગ ફર્મ, અત્યાર સુધી ચીન પર ફોકસ હતો
  • ભારતમાં આઈફોન બનાવવાતી એપલને 20 ટકા ઈમ્પોર્ટ ડ્યુટીનો ફાયદો થશે
નવી દિલ્હીઃ ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપના ચેરમેન ટેરી ગોએ કહ્યું કે આ વર્ષે ભારતમાં મોટા પાયે આઈફોનનું પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. ફોક્સકોન એપલના સૌથી વધુ હેન્ડસેટ એસેમ્બલ કરે છે. લાંબા સમયથી તેમનો ફોક્સ ચીનમાં આઈફોન બનાવવા પર રહ્યો છે.

1) આઈફોનના નવા મોડલ પર રહેશે ફોકસઃ ગો

ગોના જણાવ્યા પ્રમાણે તેમની કંપની ભારતમાં વ્યવસાયનો વિકાસ કરવા માંગે છે. આ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત આવવાનું પણ આમંત્રણ આપ્યું છે. તેમને જણાવ્યું કે એપલ બેંગલુરુના પ્લાન્ટમાં ઘણાં વર્ષોથી જૂના ફોનનું પ્રોડક્શન કરી રહ્યું છે. હવે નવા મોડલ વધુ બનાવવામાં આવશે.

આઈફોન મોંઘા થવાના કારણે ભારતમાં એપલનું વેચાણ ઘટ્યું છે. જોકે સ્થાનિક સ્તર પર પ્રોડક્શન શરૂ કરવાથી ભારતમાં આઈફોન સસ્તા થઈ જશે કારણ કે 20 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાગશે નહિ. 2018માં ભારતમાં 17 લાખ આઈફોનનું વેચાણ થયું હતું.

આ મહીને બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ફોક્સકોને લેટેસ્ટ આઈફોનના પ્રોડક્શન ટ્રાયલ શરૂ કરવા માટેની તૈયારી કરી લીધી છે. ચેન્નાઈની બહારના વિસ્તારમાં સ્થિત ફેકટ્રીમાં મોટા સ્તર પર એસમ્બલિંગ શરૂ કરવાની યોજના પણ છે.