તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

400 કરોડ રૂપિયાના પેમેન્ટમાં નિષ્ફળ સિંહ બ્રધર્સની ધરપકડ કરવા ફોર્ટિસે SEBI પાસે માંગ કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 3 મહીનાની ડેડલાઈનની અંદર મલવિંદર અને શિવિંદર સિંહએ પૈસા પરત આપ્યા નથી
 • લેન્ડર્સ સિંહ બ્રધર્સ દ્વારા ગીરવે મૂકવામાં આવેલી ફોર્ટિસ શેરહોલ્ડિંગને જપ્ત કરી શકે છે

નવી દિલ્હીઃ અનિલ અંબાણી બાદ હવે ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડના પૂર્વ પ્રમોટર માલવિંદર સિંહ અને શિવિંદર સિંહ પર ધરપકડનું સંકટ સર્જાયું છે. ફોર્ટિસ હેલ્થકેરે(Fortis Healthdare)માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI)માં અરજી દાખલ કરીને 400 કરોડ રૂપિયાના પેમેન્ટમાં નિષ્ફળ રહેવા બદલ સિંહ બ્રધર્સની ધરપકડ કરવાની માંગ કરી છે.  SEBIએ માલવિંદર સિંહ અને શિવિંદર સિંહને ખોટી રીતે કંપની પાસેથી 400 કરોડ રૂપિયા કાઢાવવાના કેસમાં દોષી ઠેરવ્યા હતા.

 

ફોર્ટિસે સેબીને કાયદાકીય કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો: બ્લૂમબર્ગના એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ફોર્ટિસના સ્પોક્સપર્સન અજય મહારાજે કહ્યું કે આ મહીનાની શરૂઆતમાં કંપનીએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડને સિંહ બ્રધર્સ પાસેથી પૈસાની રિકવરી માટે કાયદાકીય કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો હતો. રેગ્યુલેટરે ઓક્ટોબરમાં માલવિંદર સિંહ અને શિવિંદર સિંહને ત્રણ મહીનાની અંદર વ્યાજ સહિત પૈસા પરત કરવાનો આદેશ કર્યો હતો. શિવિંદર સિંહએ આ અંગે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી ન હતી. જયારે માલવિંદર સિંહ અને સેબીના પ્રવકતા સાથે સંપર્ક થઈ શક્યો ન હતો.

 

સિંહ બ્રધર્સ કોર્પોરેટ એમ્પાયર ગુમાવી ચૂક્યા છે: ફોર્ટિસ હેલ્થકેરની પિટિશનથી પૂર્વ અબજપતિ સિંહ બ્રધર્સની મુશ્કેલીઓ વધી શકે છે. તે દેવાના કારણે સમગ્ર કોર્પોરેટ એમ્પાયર ગુમાવી ચૂક્યા છે. જયારે લેન્ડર્સને પણ તેમણે પૈસા ચૂકવવાના બાકી છે. લેન્ડર્સ સિંહ બ્રધર્સ દ્વારા ગીરવે મૂકવામાં આવેલી ફોર્ટિસ શેરહોલ્ડિંગને જપ્ત કરી શકે છે. ફોર્ટિસ દેશની બીજી મોટી હોસ્પિટન ચેન છે. જેની પર હવે આઈએચએલ હેલ્થકેરનું નિયંત્રણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો