તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપ્રિલ-જાન્યુઆરીમાં 7-7 લાખ કરોડનું સ્તર પર ફિસ્કલ ડેફિસિટ, બજેટ ટાર્ગેટના 121.5%

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2018-19માં એપ્રિલ-જાન્યુઆરી દરમિયાન ભારતનો ફિસ્કલ ડેફિસિટ 7.7 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચ્યો
 • મૂળ બજેટમાં આ આંકડો 17.25 લાખ કરોડ રૂપિયા હતો 
નવી દિલ્હીઃ નાણાંકીય વર્ષ 2018-19માં એપ્રિલ-જાન્યુઆરી દરમિયાન ભારતનો ફિસ્કલ ડેફિસિટ 7.7 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. જે 6.34 લાખ કરોડ રૂપિયાના બજેટ ટાર્ગેટના 121.5 ટકા છે. ફિસ્કલ ડેફિસિટી વધવાનું મુખ્ય કારણ રેવન્યુ કલેક્શનમાં થયેલો ઘટાડો છે. સરકાર દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં આ બાબત પ્રકાશમાં આવી છે. 

1) બજેટમાં ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ સરકારે વધારી દીધો હતો

આ મહીનાની શરૂઆતમાં 2019-20 માટે રજૂ થયેલા ઈન્ટરીમ બજેટમાં સરકારે નાના ખેડૂતોની ઈન્કમ સ્કીમ માટે 20 હજાર કરોડ રૂપિયાની ફન્ડિંગ સ્કીમના કારણે ચાલું નાણાંકીય વર્ષનો ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ વધારીને જીડીપીના 3.4 ટકા કરવામાં આવ્યો હતો. જોકે અગાઉ બજેટ ટાર્ગેટ 3.3 ટકા હતો. ફિસ્કલ ડેફિસિટ સરકારના એક્સપેન્ડેચર અને રેવન્યુની વચ્ચેનું અંતર છે.

કન્ટ્રોલર જનરફ ઓફ એકાઉન્ટ્સ દ્વારા આંકડાઓના જણાવ્યા પ્રમાણે, નાણાંકીય વર્ષ 2018-19માં જાન્યુઆરી સુધીમાં સરકારની કુલ રેવન્યૂ રિસીટ્સ 11.81 લાખ કરોડ રૂપિયા કે રિવાઈસ એસ્ટીમેટના 68.3 ટકા રહ્યું, જયારે ગત વર્ષની સમાન અવધિ દરમિયાન આ આંકડો 72.8 ટકા રહ્યો હતો.

રિવાઈસ એસ્ટીમેન્ટના જણાવ્યા પ્રમાણે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન 17.29 લાખ કરોડ રૂપિયાની રેવન્યુ મળવાનું અનુમાન છે. જયારે મૂળ બજેટમાં આ આંકડો 17.25 લાખ કરોડ રૂપિયા હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો