નિર્ણય / ફેસબુકના ચીફ પ્રોડક્ટ ઓફિસર ક્રિસ કોક્સે રાજીનામું આપ્યું, 14 વર્ષથી ઝકરબર્ગના ભરોસાપાત્ર અધિકારી હતા

માર્ક ઝકરબર્ગની સાથે ક્રિસ કોક્સ(ડાબે)
માર્ક ઝકરબર્ગની સાથે ક્રિસ કોક્સ(ડાબે)
X
માર્ક ઝકરબર્ગની સાથે ક્રિસ કોક્સ(ડાબે)માર્ક ઝકરબર્ગની સાથે ક્રિસ કોક્સ(ડાબે)

  • રાજીનામુ આપવાનું કારણ હજી બહાર આવ્યું નથી
  • ક્રિસ કોક્સે 2005માં ફેસબુક જોઈન કર્યું હતું, ન્યુઝ ફીડને ડેવલોપ કરી હતી

Divyabhaskar.com

Mar 15, 2019, 03:05 PM IST

કેલિફોર્નિયાઃ ફેસબુકના ચીફ પ્રોડક્ય ઓફિસર ક્રિસ કોક્સે રાજીનામુ આપ્યું છે. કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ગુરૂવારે તેની જાહેરાત કરી હતી. કોક્સ ઝકરબર્ગના ભરોસાપાત્ર અધિકારીઓ પૈકીના એક છે. 

કોક્સ ફેસબુકની તમામ એપ્સની સ્ટ્રેટેજી જોઈ રહ્યાં હતા

ઝકરબર્ગનું કહેવું છે કે કોક્સે ફેસબુકના ન્યુઝ ફીડ જેવી ટોપ પ્રોડક્ટ પર કામ કર્યું હતું. તેમણે ફેસબુકની એપની જવાબદારી સંભાળી હતી. હાલ તે કંપનીની તમામ એપ્સની સ્ટ્રેટેજી જોઈ રહ્યાં હતા.
કોક્સ કંપનીના શરૂઆતના 15 એન્જિનિયરોમાંથી એક હતા. તેમણે ફેસબુકના શરૂઆત એક વર્ષ બાદ એટલ કે 2005માં ફેસબુક જોઈન કર્યું હતું. કોક્સે કયાં કારણોસર રાજીનામું આપ્યું તે બાબતની હજી સ્પષ્ટતા કરી નથી. 
હાલ એવું કહેવાઈ રહ્યું છે કે કંપનીઓની નીતીઓને લઈને ઝકરબર્ગ અને ક્રિસને મતભેદ હોઈ શકે છે. તેમણે ફેસબુક પોસ્ટ દ્વારા નવી યોજનાને લઈને લખ્યું છે કે આ પ્રોજેકટ મોટો હશે અને તેના માટે લીડર્સની જરૂરિયાત પડશે, જે નવી દિશા-નિર્દેશ માટે ઉત્સાહિત હોય.
4. વોટ્સઅપના વાઈસ પ્રેસિડેન્ટે પણ રાજીનામું આપ્યું
ડેનિયલ્સ ગત વર્ષે મેમાં વોટ્સઅપના હેડ બન્યા હતા. અગાઉ તે ફેસબુકની બિઝનેસ ડેવલોપમેન્ટ ટીમને લીડ કરી રહ્યાં હતા. તેમના રાજીનામા બાદ હવે વિલ કૈટકાર્ટ વોટ્સઅપના પ્રમુખ બનશે. હાલ તે ફેસબુક એપના હેડ છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી