તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈપીએફઓને IL&FSના બોન્ડમાં કરવામાં આવેલું રોકાણ ડૂબવાનો ડર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઈપીએફઓનું 8 લાખ કરોડનું ફન્ડ, બોન્ડમાં 570 કરોડ રૂપિયા રોકવામાં આવ્યા છે
 • સરકાર પાસે મદદ માંગી, પ્રાઈવેટ ફન્ડ ચલાવનારી કંપનીઓનું પણ તેમાં રોકાણ 
નવી દિલ્હીઃ રિટાયરમેન્ટ ફન્ડ્સ દ્વારા  IL&FS(ઈન્ફ્રાસ્ટ્રકચર લિઝિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસ)ના બોન્ડમાં કરવામાં આવેલું રોકાણ અસુરક્ષિત ઋણ છે. સરકાર તેની ગેરન્ટી લઈ શકતી નથી. નાણાં મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કર્યા બાદ ઈપીએફઓ અને અન્ય પ્રાઈવેટ ટ્રસ્ટોને બોન્ડમાં લાગેલી પીએફ રકમ ડૂબવાનો ડર સતાવી રહ્યો છે. ઈપીએફઓએ તેની સુરક્ષા માટે નાણાં મંત્રાલય અને કંપની મામલાના મંત્રાલયને પત્ર લખીને મદદ માટે અપીલ કરી છે. સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફન્ડ કમિશનર સુનીલ બર્થવાલે આ માહિતી આપી છે. 

1) પ્રાઈવેટ પ્રોવિડન્ટ ફન્ડોનું વધુ રોકાણ

બર્થવાલે કહ્યું છે કે ઈપીએફઓએ આ બોન્ડમાં રોકાણ ખૂબ જ ઓછું કર્યું છે. આઈએલએન્ડએફએસએ વ્યાજની ચૂકવણીમાં અત્યાર સુધીમાં ભૂલ થઈ નથી. અમારે એ જોવાનું રહેશે કે જયારે અમારું વ્યાજ ઈશ્યું થશે, ત્યારે શું સ્થિત સર્જાય છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈપીએફઓએ આ બોન્ડમાં 570 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ રકમ ઈપીએફઓની કુલ 8 લાખ કરોડ રૂપિયાના ફન્ડની સરખામણીમાં 0.1 ટકાથી પણ ઓછી છે. બીજી તરફ 15 લાખ કર્મચારીઓની પીએફ રકમને મેનેજ કરનારા પ્રાઈવેટ પ્રોવિડન્ટ ફન્ડોએ આઈએલએન્ડએફએસ બોન્ડમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

સરકારી અને પ્રાઈવેટ ક્ષેત્રની 1,500થી વધુ કંપનીઓ એવી છે, જેને કર્મચારીઓના રિટાયરમેન્ટ ફન્ડને ઈપીએફઓની પાસે જમા કરાવવાની છૂટ પ્રાપ્ત થઈ છે. તેમને પોતાનું પીએફ ટ્રસ્ટ બનાવીને સંચાલન કરવાની પરવાનગી છે. તેમાં સરકારી વિજળી બોર્ડ, પીએસયુ અને બેન્કોના પીએફ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. 

એમએમટીસી, આઈઓસી, હુડકો, એસબીઆઈ, આઈડીબીઆઈ જેવા પીએસયુ અને પ્રાઈવેટ ક્ષેત્રના એચયુએલ અને એશિયન પેન્ટ્સ જેવી કંપનીઓ તેમના પોતાના પીએફ ટ્રસ્ટનું સંચાલન કરી રહી છે. તેમણે આઈએલએન્ડએફએસ બોન્ડમાં રોકાણની રકમ ડૂબવાની શકયતાને જોતા દેવાળિયા કોર્ટે એનસીએલએટીમાં અરજી કરી રાખી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો