એવિએશન / ડીજીસીએ જેટ એરવેઝની એડવાન્સ બુકિંગને સીમિત કરી શકે છે

Divyabhaskar.com | Updated - Mar 15, 2019, 01:12 PM
DGCA may bar jet airways from accepting advance bookings
X
DGCA may bar jet airways from accepting advance bookings

  • એરલાઈન નક્કી કરેલા દિવસો પહેલા બુકિંગ કરી શકશે નહિ
  • ડીજીસીએ 2014માં સ્પાઈસજેટની વિરુદ્ધ પગલા ઉઠાવ્યા હતા

મુંબઈઃ આર્થિક સંકટનો સામનો કર રહેલી જેટ એરવેઝની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ તેના દ્વારા નક્કી દિવસો પહેલાના એડવાન્સ બુકિંગ પર પ્રતિબંધ લગાવી શકે છે. ડીજીસીએના એક અધિકારીએ આ માહિતી આપી હતી. ઉદાહરણ તરીકે રેગ્યુલેટર 30 સુધીના એડવાન્સ બુકિંગની પરવાનગી આપે છે તો એરલાઈન તેનાથી વધુ એડવાન્સમાં ટિકિટ બુક કરી શકશે નહિ.

એક વર્ષની વેલિડિટી વાળી સસ્તી ટિકિટની ઓફર જેટ આપી રહી છે

1.ડીજીસીએ 2014માં સ્પાઈસજેટની વિરુદ્ધ આવું જ પગલું ભર્યું હતું. તેણે માત્ર એક મહિનાની એડવાન્સ ટિકિટ વેચવાની પરવાનગી આપી હતી. ત્યારે તે એરલાઈન બંધ થવાની નજીક પહોંચી ગઈ હતી.
2.તાજેતરમાં જ જેટ એરવેઝે તેની વેબસાઈટ પર 37 શહેરો માટે 1,165 રૂપિયામાં ટિકિટ વેચવાની ઓફર રજૂ કરી છે. આ ડિસ્કાઉન્ટ સ્કીમની માન્યતા એક વર્ષની રાખવામાં આવી છે.
3.રોજની જેટની 45 ટકા ફલાઈટો રદ થઈ રહી છે. જેટ પાસે 116 વિમાનો છે. જોકે હાલ માત્ર 61 વિમાનો જ ઉડી રહ્યાં છે. એટલે કે 48 ટકા વિમાનો જ ઉભા છે. આ કારણથી તે રોજની 45 ટકા ફલાઈટો રદ કરી રહી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App