ખાનગીકરણ / રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી

Divyabhaskar.com

Mar 15, 2019, 05:22 PM IST
Debt ridden rbi categorises idbi as a private bank lic customers
X
Debt ridden rbi categorises idbi as a private bank lic customers

 • દેવામાં ડૂબેલી આઈડીબીઆઈ બેન્કમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે
 • બેન્કની સમગ્ર દેશમાં 1,892 બ્રાન્ચ, 1,407 સેન્ટર અને 3,705 એટીએમ છે

મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પબ્લિક સેકટરની આઈડીબીઆઈ બેન્કને પ્રાઈવેટ સેક્ટરની બેન્કની કેટેગરીમાં મૂકી દીધી છે. સરળ ભાષામાં સમજીએ તો આઈડીબીઆઈ હવે પ્રાઈવેટ બેન્કની જેમ કામ કરશે. ભારતીય જીવન વિમા નિગમે(એલઆઈસી) દેવામાં ડૂબેલી આઈડીબીઆઈ બેન્કમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે. એલઆઈસીએ આ હિસ્સો દેવામાં ડૂબેલી બેન્કને બચાવવા માટે લીધો છે. બેન્કની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે તેની 1892 બ્રાન્ચ છે. તેના 1407 સેન્ટર છે. બેન્કના 3705 એટીએમ છે. બેન્કો સાથે લાખો ગ્રાહકો જોડાયેલા છે.

ત્રીજા ત્રિમાસિકમાં આઈડીબીઆઈ બેન્કે 4,185 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું

1.ભારતીય જીવન વિમા નિગમનો દેવામાં ડૂબેલી આઈડીબીઆ બેન્કમાં 51 ટકા હિસ્સો થઈ ગયો છે. એલઆઈસીએ આ હિસ્સો બેન્કને દેવામાંથી બેઠી કરવા માટે ખરીદ્યો છે. આરબીઆઈએ આઈડીબીઆઈ બેન્કને પ્રાઈવેટ કેટેગરીની બેન્કમાં મૂકી દીધી છે. એલઆઈસીએ આઈડીબીઆઈ બેન્કમાં 51 ટકા હિસ્સો ખરીદ્યા બાદ બેન્કને પ્રાઈવેટ કેટેગરીમાં મૂકવામાં આવી છે. પબ્લિક સેકટરની બેન્કમાં સરકારનો ઓછામાં ઓછો 51 ટકા હિસ્સો હોય છે.
2.આઈડીબીઆઈની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે બેન્કની 1892 બ્રાન્ચો છે, જયારે 1407 સેન્ટર છે. બેન્કના સમગ્ર ભારતમાં 3705 એટીએમ છે. પંજાબ એન્ડ સિંધ બેન્કના પૂર્વ ચીફ જનરલ મેનેજર જીએસ બિંદ્રાના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયની ગ્રાહકો પર ખાસ કોઈ અસર પડશે નહિ. જોકે બેન્કને કેટલાક વિશેષ અધિકારો જરૂર મળશે.
3.

એસબીઆઈના પૂર્વ સીજીએમ સુનીલ પંતે જણાવ્યું કે આ નિર્ણયના કારણે બેન્કનું બોર્ડ સ્વતંત્ર અને પ્રોફેશનલ બની શકે છે. અને આ નિયમોને આધીન તે ગ્રાહકોને ફાયદો પહોંચાડનાર નિર્ણય લઈ શકશે. એલઆઈસી પણ પબ્લિક સેકટરની જરૂર છે, પરંતુ સરકારી માનવામાં આવતી નથી. આ સંજોગોમાં તેમાં સરકાર સીધી રીતે કોઈ દખલગીરી પણ કરી શકતી નથી.

4.

બેન્કે તાજેતરમાં જ ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક નિર્ણય લીધો છે. આ અંતર્ગત અગામી દિવસોમાં એક જ પ્લેટફોર્મ પર બેન્કિંગ અને વિમાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચાલું નાણાંકીય વર્ષના ત્રીજા  ત્રિમાસિકમાં આઈડીબીઆઈ બેન્કે 4,185 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું હતું. બેન્કની કુલ આવક ઘટીને 6,190.94 કરોડ રૂપિયા થઈ છે. એક વર્ષ પહેલા ત્રીજા ત્રિમાસિકમાં બેન્કની આવક 7,125.20  કરોડ રૂપિયા થઈ હતી.

COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી