તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનલક્ષ્મી, અલ્હાબાદ અને કોર્પોરેશન બેન્કના શેર 10% વધ્યા, RBIના એક નિર્ણયથી મળી રાહત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • આરબીઆઈના આ નિર્ણયથી ત્રણે બેન્કોનો લેન્ડિંગ વધારવાનો રસ્તો સાફ થઈ ગયો છે
 • બેન્કોને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનના ફ્રેમવર્કમાંથી હટાવવામાં આવી
 • અલ્હાબાદ બેન્કનો શેર 8.20 ટકા મજબૂત થયો હતો
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે નબળી બેન્કોના વોચલિસ્ટમાંથી કોર્પોરેશન બેન્ક, અલ્હાબાદ બેન્ક અને ધનલક્ષ્મી બેન્કને હટાવવાના પગલે આ બેન્કોના શેરને ઘણો ફાયદો થયો છે. આ કારણે બુધવારે આ ત્રણ બેન્કોના શેર લગભગ 10 ટકા સુધી ચઢ્યા હતા. આરબીઆઈના આ નિર્ણયથી ત્રણે બેન્કોનો લેન્ડિંગ વધારવાનો રસ્તો સાફ થઈ ગયો છે. 

1) 10 ટકા વધ્યા ત્રણે બેન્કોના શેર

બુધવારના કારોબાર દરમિયાન સરકારના સ્વામિત્વ વાળી કોર્પોરેશન બેન્કનો શેર 10.10 ટકા, અલ્હાબાદ બેન્કનો શેર 8.20 ટકા સુધી મજબૂત થયો હતો. જયારે પ્રાઈવેટ સેકટરની ધનલક્ષ્મી બેન્કમાં 10 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.

મંગળવારે આરબીઆઈએ આ ત્રણે બેન્કોને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનના ફ્રેમવર્કમાંથી હટાવી દીધી હતી. આરબીઆઈએ તેના નિવેદનમાં કહ્યું કે બોર્ડ ફોર સુપરવિઝને પીસીએ અંતર્ગત બેન્કોના પ્રદર્શનની સમીક્ષા કરી અને જાણ્યું કે સરકારે 21 ફેબ્રુઆરીએ પીસીએ ફ્રેમવર્ક અંતર્ગત આવનારી કેટલીક બેન્કો સહિત ઘણી બેન્કોમાં નવી મૂડી લગાવી છે. આરબીઆઈએ કહ્યું કે કેપિટલ ઈનફ્યુઝનથી તેમના કેપિટલ ફન્ડમાં ખાસો વધારો થયો છે અને સાથે જ પીસીએ પેરામીટર્સના પાલનના પગલે તેમના લોન લોસ પ્રોવિઝનમાં વધારો થયો છે. 

આરબીઆઈએ કહ્યું કે આ ક્રમમાં બીએફએસ દ્વારા અપનાવવામાં આવેલા નિયમોના આધાર પર 26 ફેબ્રુઆરીએ થયેલી મિટિંગમાં અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્કને પીસીએ ફ્રેમવર્કની સિલેક્ટેડ શરતો અને સતત મોનિટરિંગમાંથી બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરબીઆઈએ કહ્યું કે ધનલક્ષ્મી બેન્કને પણ પીસીએ ફ્રેમવર્કની કેટલીક શરતો અને સતત મોનિટરિંગમાંથી બહાર કરી દેવામાં આવી છે, કારણ કે તેમાં પીસીએ ફ્રેમવર્ક અંતર્ગત જોખમની સીમાનું ઉલ્લંઘન થયું નથી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો