વીડિયોકોન કેસ / હું મારા પતિના બિઝનેસ ડિલ્સ વિશે જાણતી ન હતી: ICICI બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચર

Divyabhaskar.com

Mar 13, 2019, 04:06 PM IST
Chanda Kochhar tells ED that she was not aware of husband business dealings
X
Chanda Kochhar tells ED that she was not aware of husband business dealings

 • બેન્કના કામકાજની મારા પતિ સાથે ચર્ચા કરવામાં આવી ન હતીઃ ચંદા કોચર
 • ચંદા કોચરે કહ્યું વીડિયોકોનને મેરિટ પર લોન આપવામાં આવી હતી

નવી દિલ્હીઃ આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચરે પુછપરછ કરનારાઓને જણાવ્યું હતું કે બેન્કે જયારે છ મોટી રકમની લોન વીડિયોકોન ગ્રુપને આપી ત્યારે તેમને તેમના પતિએ વીડિયોકોન ગ્રુપના એમડી વેણુગોપાલ ધૂત સાથે બિઝનેસ ડિલિંગ્સ કર્યું છે તે બાબતની માહિતી ન હતી.

લોન આપવા બાબતે કમિટીએ યોગ્ય તપાસ કરી હતી

1.300 કરોડની લોન વીડિયોકોન ગ્રુપની કંપનીને આપ્યાના બીજા જ દિવસે તેમના પતિ દીપક કોચરની કંપની ન્યુપાવર રિન્યુએબલને 64 કરોડની લોન વીડિયોકોન ગ્રુપે આપી હતી. તે અંગેના ચંદા કોચરને પુછાયેલા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તે પોતાના બેન્કના કામ-કાજની ચર્ચા પોતાના પતિ સાથે કરતા નથી અને તેમના પતિ પણ તેમના બિઝનેસની વાત તેમની સાથે કરતા નથી. આ કારણે બેન્ક લોનમાં તરફેણનો કોઈ પ્રશ્ન જ આવતો નથી. સીબીઆઈએ દાવો કર્યો છે કે 64 કરોડની લોન જે વીડિયોકોન ગ્રુપે ચંદા કોચરના પતિ દીપક કોચરની કંપનીને આપી છે, તે ચંદા કોચરને લોન પેઠે આપવામાં આવેલી લાંચ છે.
2.તપાસમાં એ વાત પણ પ્રકાશમાં આવી છે કે વાયા મોરેશિયસથી ધૂતે દીપકને પેમેન્ટ કર્યું હતું. આ અંગેના પેમેન્ટની વધુ વિગતો માટેની અરજી પણ મોરેશિયસમાં મોકલવામાં આવી છે. વિડીયોકોન કંપનીને જૂન 2009થી ઓક્ટોબર 2011 દરમિયાન જે છ લોન 1,875 કરોડની આપવામાં આવી હતી, તે મેરિટી પર આપવામાં આવી હતી, તેમ ચંદા કોચરે તપાસમાં જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે બેન્કની લોન આપનાર કમિટીએ પણ આ વ્યક્તિગત અરજીની યોગ્ય ચકાસણી કરી હતી.
3.

ઉલ્લેખનીય છે કે આ મહીનાની શરૂઆતમાં ચંદા કોચર, તેમના પતિ દિપક કોચર અને ધૂતની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ મુંબઈની ઓફિસમાં આ અંગે પુછપરછ કરી હતી. હાલ સીબીઆઈ અને ઈડી એવા ઈમેલ્સ અને ડોક્યુમેન્ટ્સની શોધ કરી રહ્યાં છે, જે ચંદા કોચર આ બાબતમાં ક્રિમિનલ ઈરાદો ધરાવતા હતા, એ પુરવાર કરે. 

COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી