તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓડિટ રિપોર્ટ 2 કરોડ રૂપિયાથી વધુના ટર્નઓવરવાળા કારોબારી ભરી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જીએસટી નેટવર્કે પોર્ટલ પર ફોર્મેટ ઉપલબ્ધ કરાવ્યું છે
  • જીએસટીઆર-9સી ફોર્મ ઓફલાઈન પણ ઉપલબ્ધ 
નવી દિલ્હીઃ એવા કારોબારીઓ જેમનું વાર્ષિક ટર્નઓવર 2 કરોડ રૂપિયાથી વધુ છે તે નાણાંકીય વર્ષ 2017-18 માટે જીએસટી ઓડિટ રિપોર્ટ ઓનલાઈન ફાઈલ કરી શકે છે. જીએસટી નેટવર્ક(જીએસટીએન)એ પોતાના પોર્ટલ પર તેનું ફોર્મેટ ઉપલબ્ધ કરાવી દીધું છે.

1) ઓડિટ રિપોર્ટ 30 જૂન સુુધીમાં આપવાનો છે

દેશમાં જીએસટી એક જુલાઈ 2017થી લાગું થયો હતો. અગાઉના વર્ષ 2017-18નો ઓડિટ રિપોર્ટ કારોબારીઓને 30 જૂન સુધીમાં દાખલ કરવાનો છે. સરકારે 31 ડિસેમ્બર 2018એ એન્યુઅલ રિટર્નનું ફોર્મ-જીએસટીઆર-9, જીએસટીઆર-9એ અને જીએસટીઆર-9સીને નોટિફાય કર્યા હતા. માર્ચમાં તેને ભરવાની તારીખ ત્રણ માસ વધારીને 30 જૂન 2019 કરવામાં આવી હતી.

જીએસટીએનએ જીએસટીઆર-9સી રિટર્ન ફોર્મ ઓફલાઈન ઉપલબ્ધ કરાવ્યું છે. ટેક્સ પેયર્સ તેને ભરીને પોર્ટલ પર અપલોડ કરી શકે છે. જીએસટી અંતર્ગત રજિસ્ટર્ડ તમામ ટેક્સપેયર્સ માટે જીએસટીઆર-9 વાર્ષિક રિટર્ન છે.

જીએસટીઆર-9એ રિટર્ન કંપોઝિશન સ્કીમ પસંદ કરનાર ટેક્સપેયર્સ માટે છે. જીએસટીઆર-9સી એક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ છે. તે ચાર્ટડ એકાઉન્ટન્ટ કે કોસ્ટ એકાઉન્ટન્ટથી સત્યાપિત હોવું જોઈએ અને હસ્તાક્ષરિત હોવું જોઈએ. તેને એન્યુઅલ રિટર્નની સાથે ફાઈલ કરવું જરૂરી છે.