નાણાંકીય કટોકટી / BSNLએ 1.76 લાખ કર્મચારીઓને ફેબ્રુઆરીની સેલેરી આપી નથી

Divyabhaskar.com | Updated - Mar 13, 2019, 07:59 PM
BSNL Crisis Continues, Over 1.68 Lakh Employees Yet to Receive Salary

  • બીએસએનએલની લગભગ 55 ટકા આવક સેલરીની ચૂકવણીમાં જ જાય છે
  • કંપનીનું વેતન બિલ વાર્ષિક 8 ટકાના દરથી વધી રહ્યું છે  

નવી દિલ્હીઃ સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ મોટા સંકટમાં ફસાઈ છે. નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી બીએસએનએલે અત્યાર સુધી તેના 1.76 લાખ કર્મચારીઓને ફેબ્રુઆરીની સેલેરી આપી નથી. કર્મચારી સંઘે દૂરસંચાર મંત્રી મનોજ સિન્હાને પત્ર લખીને ઝડપથી સામાધાન માટે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે બીએસએનએલની લગભગ 55 ટકા આવક સેલરીની ચૂકવણીમાં જ જાય છે. જયારે કંપનીનું વેતન બિલ વાર્ષિક 8 ટકાના દરથી વધી રહ્યું છે. જયારે કંપનીની આવક સ્થિર છે.

એક અહેવાલના જણાવ્યા પ્રમાણે, માર્ચ મહીનાના વેતનમાં થોડા દિવસોની ડીલે થશે. કંપનીની પાસે સામાન્ય રીતે બિઝનેસ કંપનીઓના બિલની ચૂકવણી બાદ પૈસા આવે છે. બીએસએનએલ બોર્ડે બેન્ક લોનના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જોકે દૂરસંચાર વિભાગે અત્યાર સુધી તેને આગળ વધાર્યો નથી. બીએસએનએલનું નુકસાન વધતું જઈ રહ્યું છે. વર્ષ 2018 માટે લગભગ 8,000 કરોડ રૂપિયાનું નુકસાન નોંધાયું હતું. જયારે વર્ષ 2017માં તે 4,786 કરોડ રૂપિયા હતો.

મનોજ સિન્હાએ બીએસએનએલના તમામ યુનિયનો અને એસોસિયેશનને એક પત્રમાં કહ્યું કે અન્ય ટેલિકોમ ઓપરેટર પણ નાણાંકીય સંકટનો સામનો કરી રહ્યાં છે. જોકે કંપનીઓ રોકાણ કરીને મેનેજ કરવાની કોશિશ કરી રહી છે. બીએસએનએલના એક અધિકારીએ કહ્યું કે કંપનીએ કેરળ, ઓડિશા, જમ્મુ અને કાશ્મીર અને કોર્પોરેટ કાર્યાલયમાં કર્મચારીઓને ફેબ્રુઆરીનું વેતન આપવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે જયારે આવક થશે ત્યારે કર્મચારીઓને સેલેરીની ચૂકવણી કરવામાં આવશે. કારણ કે સરકારે કોઈ નાણાંકીય સહાયતા આપી નથી. આ કારણે ચૂકવણીમાં મોડું થઈ રહ્યું છે.

X
BSNL Crisis Continues, Over 1.68 Lakh Employees Yet to Receive Salary
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App