ડીલ / રિલાયન્સની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનને બુકફીલ્ડ કંપની 13,000 કરોડ રૂપિયામાં ખરીદશે

Divyabhaskar.com | Updated - Mar 15, 2019, 01:19 PM
Brookfield to buy RIL east west pipeline for rs 13000 crore
X
Brookfield to buy RIL east west pipeline for rs 13000 crore

  • આ અધિગ્રહણ ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રકચર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે
  • ટ્રસ્ટમાં કેનેડાની ઈન્વેસ્ટમેન્ટ કંપની બ્રુકફીલ્ડનો 90 ટકા હિસ્સો છે 

નવી દિલ્હીઃ કેનાડાની ઈન્વેસ્ટમેન્ટ કંપની બ્રુકફીલ્ડ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન લિમિટેડને 13,000 કરોડ રૂપિયામાં ખરીદશે. બ્રુકફીલ્ડ દ્વારા સ્પોન્સર અને તેનો 90 ટકા હિસ્સો ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રકચર ટ્રસ્ટ દ્વારા અધિગ્રહણ કરવામાં આવશે.

પાઈપલાઈનવની રિઝર્વ કેપેસિટી ઘટાડવામાં આવશે

1.એગ્રીમેન્ટના જણાવ્યા પ્રમાણે પાઈપલાઈનની રિઝર્વ કેપેસિટી પ્રતિ દિવસની 55 મિલિયન મીટ્રિક સ્ટેન્ડર્ડ ક્યુબિક મીટરથી ઘટાડીને 33 મિલિયન મીટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કરવામાં આવશે.
2.ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન લિમિટેડનું નામ પહેલેથી રિલાયન્સ ગેસ ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રકચ લિમિટેડ હતું. ત 1400 કિલોમીટર લાંબી પાઈપલાઈનનું સંચાલન કરે છે. તેના દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કેજી બેઝિન બ્લોકને નેચરલ ગેસનો સપ્લાય કરવામાં આવે છે.
3.આંધ્રપ્રદેશના કાકીનાડાથી શરૂ થઈને ગુજરાતના ભરૂચ સુધી આવનારી ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રકચરના નુકસાનમાં છે. તેની ક્ષમતાનું માત્ર 5% જ સંચાલન થઈ રહ્યું છે. રિલાયન્સના કેજી ડી 6 બ્લોકથી છેલ્લા થોડા વર્ષોથી ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App