બેન્ક ઓફ ઈન્ડિયા લાઈફ ઈન્શ્યોરન્સ બિઝનેસમાં 25.05% હિસ્સો 1106 કરોડ રૂપિયામાં વેચશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જોઈન્ટ વેન્ચર એસયુડી લાઈફમાં બેન્ક ઓફ ઈન્ડિયાના 28.96 ટકા શેર
  • રકમ એકત્રિત કરવા, નોન કોર એસેટ્સ ઓછી કરવા માટે હિસ્સો વેચશે
નવી દિલ્હીઃ બેન્ક ઓફ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ જોઈન્ટ વેન્ચર(જેવી) સ્ટાર યૂનિયન દાઈ-ઈચી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની(એસયુડી લાઈફ)ને પોતાનો 25.05 ટકા હિસ્સો વેચશે. બેન્કે શુક્રવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી છે. શેરના વેચાણ માટે ફલોર પ્રાઈસ 170.50 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ હિસાબથી 6.48 કરોડ શેર વેચીને 1,106 કરોડ રૂપિયા મળશે. 

1) બેન્ક ઓફ ઈન્ડિયાએ 12 એપ્રિલ સુધી પ્રસ્તાવ માંગ્યા

રકમ એકત્રિત કરવા અને નોન કોર એસેટ્સ ઓછી કરવા માટે બીઓઆઈ જેવીમાં હિસ્સો વેચી રહી છે. બેન્ક ઓફ ઈન્ડિયાએ 12 એપ્રિલ સુધી ખરીદદારો પાસે પ્રસ્તાવ માંગ્યો છે. હાલ તેનો 28.96 ટકા હિસ્સો છે.

એસયુડી લાઈફ બેન્ક ઓફ ઈન્ડિયા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને દાઈ-ઈચી લાઈફના જેવી છે. તેમાં યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાનો 25.10 ટકા અને દાઈ-ઈચીનો 45.94 ટકા હિસ્સો છે.

એસયુડી જોઈન્ટ વેન્ચર 2009માં બન્યું હતું. એપ્રિલથી ડિસેમ્બર 2018માં પ્રીમિયમથી તેને 1,211 કરોડ રૂપિયાની આવક થઈ છે. ટેક્સ ચુકાવ્યા બાદ 55 કરોડનો નફો થયો છે.

આરબીઆઈએ આ વર્ષે જાન્યુઆરીમાં બેન્ક ઓફ ઈન્ડિયાને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્કમાંથી બહાર કરી દીધી હતી. તેનાથી બેન્ક પર લાગેલા પ્રતિબંધોને હટાવવામાં આવ્યા અને નવી લોન આપવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...