• Home
  • Business
  • Aviation secretary says keeping eye on airfare asked airlines to keep control fares

ભાસ્કર ઈન્ટરવ્યુ / હવાઈ ભાડા પર નજર, એરલાઈન્સને ભાડું ન વધારવા સૂચના અપાઈઃ એવિએશન સેક્રેટરી

Aviation secretary says keeping eye on airfare asked airlines to keep control fares

  • કહ્યું- વિમાનોની અછત અગામી સપ્તાહે પુરી થશે, પ્લેન તૈયાર માત્ર સ્ટીકર બદલવાની જરૂરિયાત
  • એવા ઈન્ટરનેશનલ પેસેન્જર જેની ફલાઈટ રદ થઈ ગઈ છે, તેમના માટે એર ઈન્ડિયાએ રેસ્કયૂ ફેરની સુવિધા

Divyabhaskar.com

Apr 19, 2019, 05:22 PM IST

નવી દિલ્હીઃ જેટ એરવેઝની નાણાંકીય સ્થિતિ હાલ બગડી છે ત્યારે સિવિલ એવિએશન સેક્રેટરી પ્રદીપ સિંહ ખરોલા સાથે અનિરુદ્ધ શર્માએ વાતચીત કરી છે. આ વાતચીત દરમિયાન જે મુસાફરોએ જેટમાં ટિકિટ બુક કરાવી છે, તેમને રિફન્ડ અપાવવા અને હવાઈ ભાડું ન વધારવા કરવામાં આવી રહેલી કોશિશો સહિત એવિએશન સેકટરની હાલની સ્થિતિ પર ચર્ચા થઈ હતી.

સવાલ- ટિકિટ રિફન્ડ અને વૈકલ્પિક ટિકિટ આપવાને લઈને શું વ્યવસ્થા છે ?

જવાબ- સિવિલ એવિએશન સેક્રેટરીનો જવાબઃ જેટ પાસેથી મુસાફરોનું બુકિંગ સ્ટેટ્સ, રિફન્ડ અને વૈકલ્પિક ટિકિટ ઉપલબ્ધ કરાવવાની યોજના માંગવામાં આવી છે. જેટે કહ્યું કે સોમવારે તે વિશ્વભરના તેના બુકિંગ સ્ટેટ્સની સાથે યોજના સબમિટ કરશે. ટિકિટ બુકિંગના સમયે ક્રેડિટ કાર્ડ વાળી બેન્ક કેટલાક પૈસા તેની પાસે જ રાખે છે, તે સંપૂર્ણ પૈસા એરલાઈન્સને ટ્રાન્સફર કરતી નથી.

સવાલ- બીજી એરલાઈન્સે ફેર વધારી દીધું છે ?

જવાબ- તમામ એરલાઈન્સના ફેર પર અમારી નજર છે. તેમને સખ્ત રીતે ધમકી આપવામાં આવી છે કે તે ભાડું ન વધારે.

સવાલ- અગામી સપ્તાહ સુધી 20-30 લીઝડ વિમાન શરૂ કરી જેટની કમી પુરી કરવી શકય છે ?

જવાબ- લીઝ્ડ વિમાનવાળી ફલાઈટ્સ હમણાં બંધ થઈ છે. અને તે દેશમાં જ છે, તેને પેન્ટ કરવાની જરૂર નથી. તેને સ્ટીકર બદલીને ઉપયોગમાં લઈ શકાય છે. હવે તે એરલાઈન્સ પર નિર્ભર કરે છે કે તે વિમાનને ભાડે આપનાર સાથે શું ડીલ કરે છે.

સવાલ- જેટ એરવેઝની ફલાઈટ્સ બંધ થઈ ગયા બાદ મુસાફરોને ખૂબ જ મુશ્કેલીઓ થઈ રહી છે. તેના માટે સરકારે શું કર્યું ?

જવાબ- ગુરૂવારના દિવસે અમે એક પછી એક 3 બેઠક કરી હતી. એરપોર્ટ ઓપરેટર્સની બેઠકમાં ખ્યાલ આવ્યો છે કે જેટનું સંચાલન બંધ થવાને કારણે 440 સ્લોટ એટલે 220 ડિપાર્ચર શેડ્યુઅલ ખાલી થઈ ગઈ છે. તેમને ભરવાની પ્રક્રિયા ચાલું છે. ડોમેસ્ટિક એરલાઈન્સની સાથે મિટિંગમાં નક્કી થયું કે તે 3 મહિનાથી ઓછા સમયમાં 30 વિમાનને જોડશે. અગામી સપ્તાહ સુધીમાં 20-30 લીઝ્ડ વિમાન પણ ઉપલબ્ધ થશે. અન્ય એરલાઈન્સના વિમાન જોડાવવાને કારણે જેટની ફલાઈટ્સ બંધ થયા બાદ પણ 17 વિમાનોનો જ ઘટાડો થયો છે.

સવાલ- જેટની આંતરાષ્ટ્રીય ફલાઈટ્સ પર શું કહેવું છે ?

જવાબ- ઘરેલું મુસાફરો પર વધુ ફોકસ છે. અગામી થોડા મહિના સુધી પીક સીઝન પણ છે. કેટલીક એરલાઈન્સ જેટના લીઝ વિમાનો માટે બેન્કોની સાથે સંપર્કમાં છે. એર ઈન્ડિયા પણ તેના માટે બેન્કો સાથે વાતચીત કરી રહી છે.

સવાલ- ઈન્ટરનેશનલ પસેન્જર માટે સરકારે કોઈ અલગ નિર્ણય કર્યો છે ?

જવાબ- એવા ઈન્ટરનેશનલ પેસેન્જર જેની ઉડાનો રદ થઈ છે, તેના માટે એર ઈન્ડિયાએ રેસ્ક્યુ ફેરની સુવિધા આપી છે. આવા મુસાફરોને એર ઈન્ડિયા જરૂરી ફેરમાં વિદેશી ડેસ્ટિનેશનની ટિકિટ ઉપલબ્ધ કરાવશે.

સવાલ- જેટના રિવાઈવલને લઈનેે તમને શું અપેક્ષા છે ?

જવાબ- જેટના રિવાઈવલ માટે રિઝોલ્યુશન પ્લાન પર હાલ કામ ચાલી રહ્યું છે. એસબીઆઈએ જેટમાં પૈસા લગાવવાની ઈચ્છા જાહેર કરનારને બોલાવ્યા છે. કેટલાક બિડર્સ એવા પણ છે જેમણે ઈચ્છા દર્શાવી છે.

સવાલ- શું સ્ટેટ બેન્ક કે બીજી બેન્કો કોઈ બીજી એરલાઈન્સને ડાયરેક્ટ એરક્રાફટ આપી શકતી નથી ?


જવાબ- પ્રથમ તે એ વિમાનોના માલિક તો બને, બાદમાં જ તે આમ કરી શકશે.

X
Aviation secretary says keeping eye on airfare asked airlines to keep control fares

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી