આર્થિક તંગી / જેટના કર્મચારી ચોધાર આસુંએ રડ્યા, અધિકારીઓએ કહ્યું- બાળકોની સાથે સમય પસાર કરો

Divyabhaskar.com

Apr 19, 2019, 03:37 PM IST
Amid woes revival hopes flutter for Jet Airways employees
X
Amid woes revival hopes flutter for Jet Airways employees

 • જેટ એરવેઝના કર્મચારી ગુરૂવારે દિલ્હીમાં એકત્રિત થયા, મદદ માટે વડાપ્રધાનને અપીલ કરી
 • 3-4 મહીનાની સેલેરી બાકી, ઈએમઆઈ- બાળકોની ફીસ પણ ભરી શકતા નથી

મુંબઈઃ આર્થિક સંકટમા ફસાયેલી જેટ એરવેઝના કર્મચારીઓને 3-4 મહીનાની સેલેરી મળી નથી. આ કારણે બાળકોની સ્કુલની ફી અને લોનનો હપ્તો ભરવો મુશ્કેલ થયો છે. કેટલાક કર્મચારીઓ પોતાના વાહનોને વેચીને અને ઘરેણાં ગીરવે મૂકીને ગુજારો કરવા મજબૂર બન્યા છે. મુશ્કેલીમાં ફસાયેલા કર્મચારીઓ ગુરૂવારે દિલ્હીમાં એકત્રિત થયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી. તેમણે જેટની હાલત ખરાબ થવા પાછળ સરકાર અને બેન્કોને જવાબદાર ઠેરવી. 

કર્મચારીઓને નોકરી લેન્ડર્સન ભરોસોઃ જેટ

1.જેટે હવે સ્ટાફને નોકરી પર આવવાની ન પાડી અને બાળકોની સાથે સમય પસાર કરવા માટે કહ્યું છે. જેટે એક મહિલા કર્મચારીને કહ્યું કે તેને બે મહિનાથી સેલેરી મળી નથી. સિનિયરે તેને કહ્યું કે તે બાળકો સાથે ક્વોલિટી સમય પસાર કરે. પોતાની હોબી આગળ વધારે.
2.જેટના એક બોર્ડે મેમ્બરનું નામ ન છાપવાની શરતે કહ્યું કે 20 હજાર કર્મચારીઓની નોકરી હવે લેન્ડર્સના ભરોસે છે. અમારી પાસે એક પણ દિવસની સેલેરી આપવાના પૈસા નથી. જયારે આંતરાષ્ટ્રીય એરલાઈન સંગઠન આઈએટીએ જેટની મેમ્બરશીપ કેન્સલ કરી દીધી છે. તેનાથી મુસાફરોના રિફન્ડમાં પરેશાની આવી શકે છે. 
3.જેટનું સંચાલન બંધ થવાના આગળના દિવસે હજારો મુસાફરો હેરાન થયા હતા. લોકોને ફલાઈટ ન મળી, જેને મળી તેને બે ગણા ભાવથી ટિકિટ મળી. એક મુસાફરની લંડનની ટિકિટ 18 હજારમાં બુક હતી. નવી ટિકિટ 42 રૂપિયામાં મળી.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી