સ્માર્ટફોન યુઝર્સને વાંચનનો રોમાંચક અનુભવ પુરો પાડવા એરટેલે- એરટેલ બૂકસ એપ લોન્ચ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એરટેલ બૂક્સના બધા જ વપરાશકારોને એપનો અનુભવ કરવા માટે વિનામૂલ્યે 30 દિવસનો સમય મળશે
  • એરટેલ સ્માર્ટફોન ગ્રાહકો એક વખતના વિશેષ લાભ હેઠળ રીડર્સ ક્લબમાંથી કોઈપણ પાંચ ‘પેઈડ’ પુસ્તકો વાંચવા સક્ષમ બની શકશે
અમદાવાદઃ ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન્સ સર્વિસ પૂરી પાડનાર ભારતી એરટેલ (એરટેલ)એ આજે એક નવી એપ –એરટેલ બૂક્સ લોન્ચ કરી છે. સ્માર્ટફોન વપરાશકારો સમક્ષ ઈ-બૂક્સનું રસપ્રદ કલેક્શન લઈ આવવા માટે આ એપ લોન્ચ કરાઈ છે. આ સાથે એરટેલે તેના ઝડપથી વિકસી રહેલા ડિજિટલ કન્ટેન્ટ પોર્ટફોલિયોને વધુ વૈવિધ્યસભર બનાવ્યો છે અને વિન્ક મ્યુઝિક અને એરટેલ ટીવી જેવી તેની લોકપ્રિય ઓફર્સમાં ઉમેરો કર્યો છે.

1) ભારતીય અને આંતરરાષ્ટ્રીય લેખકોના 70,000થી વધુ પુસ્તકો રજૂ કરશે

આઈઓએસ અને એન્ડ્રોઈડમાં એરટેલ અને એરટેલ સિવાયના બંને પ્રકારના ગ્રાહકો માટે ઉપલબ્ધ એરટેલ બૂક્સ શરૂઆતમાં અગ્રણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય લેખકોના 70,000થી વધુ પુસ્તકો રજૂ કરશે. આ રસપ્રદ સંગ્રહમાં રજત ગુપ્તાના પુસ્તક માઈન્ડ વિધાઉટ ફિયર જેવા પુસ્તકોનો સમાવેશ થાય છે. એરટેલ બૂક્સે અગ્રણી પ્રકાશકો સાથે ભાગીદારી કરીને તેમજ જગરનૌટ બૂક્સ સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારીનો લાભ લઈને તેના ઈ-બૂક્સના સંગ્રહને ઝડપથી વિસ્તારવાની યોજના બનાવી છે.

એરટેલ બૂક્સના બધા જ વપરાશકારોને એપનો અનુભવ કરવા માટે વિનામૂલ્યે 30 દિવસનો સમય મળશે અને તેઓ રીડર્સ ક્લબમાંથી ‘મફત’માં ઉપલબ્ધ પુસ્તકો વાંચી શકશે. એરટેલ સ્માર્ટફોન ગ્રાહકો એક વખતના વિશેષ લાભ હેઠળ રીડર્સ ક્લબમાંથી કોઈપણ પાંચ ‘પેઈડ’ પુસ્તકો વાંચવા સક્ષમ બની શકશે. આ રીડર્સ ક્લબ 5,000થી વધુ ઈ-બૂક્સનો સંગ્રહ ધરાવે છે. એરટેલ બૂક્સ રીડર્સ ક્લબ નામથી સબસ્ક્રીપ્શન સેવા પૂરી પાડે છે, જેની કિંમત છ માસ માટે રૂ.129 અને 12 મહિના માટે રૂ.200 છે. ગ્રાહકો વિશેષ ઓફર્સ સાથે પ્રતિ પુસ્તકના આધારે પુસ્તકો ખરીદી પણ શકશે.

ભારતી એરટેલના કન્ટેન્ટ અને એપ્સના સીઈઓ સમીરા બત્રાએ જણાવ્યું હતું કે, ‘એરટેલ બૂક્સ વૈશ્વિક સ્તરનો ડિજિટલ કન્ટેન્ટ પોર્ટફોલિયો તૈયાર કરવાના અમારા પ્રવાસમાં વધુ એક મહત્વનું સિમાચિહ્ન છે. સંગીત અને વીડિયોની સાથે ઈ-બૂક્સ ઝડપથી વિકસતું સેગ્મેન્ટ છે. સ્માર્ટફોન્સ ડિજિટલ જીવનપદ્ધતિનો પાયો બની રહ્યા હોવાથી ડિજિટલ સેગ્મેન્ટ્સ ઝડપથી વિકસી રહ્યા છે. આ પહેલ શરૂ કરતાં અને અમારી વ્યાપક પહોંચ મારફત સમગ્ર ભારતમાં સ્માર્ટફોન વપરાશકારો સુધી તે લઈ જવામાં અમને ખૂબ જ આનંદ થાય છે.

જગરનૌટ બૂક્સના સહ-સ્થાપક ચિકિ સરકારે જણાવ્યું કે, ‘દેશમાં સતત ઝડપથી વિકસતા સ્માર્ટફોન વપરાશકારો સુધી પહોંચવા અને નીચી કિંમતે તેમના ફોનને અનુરૂપ પુસ્તકો પૂરા પાડવા માટે જગરનોટની સ્થાપના થઈ હતી. એરટેલ સાથે અમારું જોડાણ અમારા આ વિઝનને જીવંત રાખવામાં ખરેખર મદદરૂપ થશે.’ 

એરટેલ બૂક્સ પર ટ્વીન્કલ ખન્ના, સૌરવ ગાંગુલી, રાજદીપ સરદેસાઈ, સની લીઓની, અરુંધતી રોય, દેવદત્ત પટનાયક, પ્રીતિ શીનોય, યશવંત સિંહા, કનૈયા કુમાર, રઘુરામ રાજન, રુજુતા દિવેકર, પેરુમલ મુરુગન, બેનયામિન અને રજત ગુપ્તા જેવા કેટલાક પ્રખ્યાત લેખકોના પુસ્તકો ઉપલબ્ધ હશે. આ ખ્યાતનામ નામ ઉપરાંત એરટેલ બૂક્સ ગૂના, પ્રેમ, સેક્સ અને રોમાન્સ, વેપાર, ઈતિહાસ અને રાજકારણ, ફીટનેસ, ડાયેટ, અધ્યાત્મ અને ક્લાસિક્સ જેવા વૈવિધ્યસભર વિષયોમાં પાંચ પાનાની ટૂંકી વાર્તાનું વિશાળ કેટલોગ પણ ઓફર કરે છે.

અન્ય સમાચારો પણ છે...