તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોર્ટ બાદ હવે દેશમાં અમદાવાદ સહિત 5 એરપોર્ટ પર અદાણી ગ્રૂપનું રાજ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • એરપોર્ટ ઓથોરીટીએ અદાણીને 50 વર્ષ માટે એરપોર્ટ સંચાલન સોપ્યું
 • આ સાથે જ એરપોર્ટ સંચાલન ક્ષેત્રે અદાણીનું આગમન
અમદાવાદ: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ અમદાવાદ સહિત દેશના 6 એરપોર્ટનું ખાનગીકરણ કરવા માટે ગત નવેમ્બરમાં બિડ માંગવી હતી જે આજે ખૂલી હતી અને તે મુજબ 6માંથી 5 એરપોર્ટનું ઓપરેશન, મેનેજમેંટ અને ડેવલપમેંટજવાબદારી અદાણી ગ્રૂપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને સોપાઈ છે. અદાણી પાસે જોકે, એરપોર્ટના સંચાલન માટેનો કોઈ અનુભવ નથી અને અત્યાર સુધી તેણે મોટાભાગે પોર્ટ્સની જ કામગીરી કરી છે. એરપોર્ટ ઓથોરિટીએ અમદાવાદ, જયપુર, લખનઉ, ત્રિવેન્દ્રમ અને મેંગલોરના એરપોર્ટનો કોન્ટ્રાક્ટ 50 વર્ષ માટે અદાણીના હવાલે કર્યું છે. આ ઉપરાંત ખાનગીકરણ સામે ગૈહાટી હાઈકોર્ટે સ્ટે આપ્યો હોવાના પગલે ગૈહાટી એરપોર્ટની બીડ હજી સુધી ખુલી નથી. 

1) અદાણીની બિડ સૌથી ઊંચી

વિવિધ એરપોર્ટ્સના સંચાલન માટે GMR ગ્રુપ, નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ફન્ડ (NIIF), ફેરફેક્સ ઈન્ડિયા હોલ્ડિંગ્સ કોર્પોરેશન, ઓસ્ટ્રેલિયાના AMP કેપિટલ, PNC ઈન્ફ્રાટેક લિમિટેડ અને કેરાલા સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(KSIDC) સહિતના ગ્રુપે આ બીડ્સ માટે અરજી કરી હતી. પરંતુ આ બધા વચ્ચે અદાણીએ અલગ અલગ એરપોર્ટ માટે રૂ. 115 થી લઈને રૂ. 177 પ્રતિ પેસેંજર ચૂકવવાની ઓફર કરી હતી જેને આજે એરપોર્ટ ઓથોરીટીએ મંજૂરી આપી હતી.

ખાનગીકરણ માટે જે 6 આઇરપોર્ટ્સ માટે બિડ મંગાવાઈ હતી તેમાં પેસેન્જરોનો સૌથી વધુ ટ્રાફિક અમદાવાદ એરપોર્ટ પર રહે છે. એરપોર્ટ ઓથોરિટીના આંકડા મુજબ અમદાવાદ એરપોર્ટ પર વાર્ષિક આશરે 1 કરોડથી વધારે મુસાફરોની અવર-જવર રહે છે. જ્યારે જયપુર, લખનઉ અને ત્રિવેન્દ્રમમાં વાર્ષિક 45 લાખથી પણ ઓછો ટ્રાફિક નોંધાયો છે. 

 

એરપોર્ટ પર વાર્ષિક મુસાફરોની અવર જવર (ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ)

એરપોર્ટ2017-182018-19 (એપ્રિલ-ડિસેમ્બર)
અમદાવાદ91.7481.91
જયપુર47.5740.45
લખનૌ 47.5241.17
ત્રિવેન્દ્રમ43.9334.35
મેંગલોર22.6917.81

બધા આંકડા લાખમાં સોર્સ: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા

આ અંગે અદાણી ગ્રૂપે એક સ્ટેટમેંટમાં જણાવ્યુ કે, પીપીપી મોડેલ હેઠળ સ્થાનિક વિમાનમથકોના સંચાલન માટે ડિસેમ્બર 2018 માં એરપોર્ટ્સ ઓથોરિટી દ્વારા આમંત્રિત કરવામાં આવેલી બિડ જીતવા માટે અદાણી ગ્રૂપ ખુબ ખુશ છે. સરકારનું ધ્યાન વિશ્વ કક્ષાના એરપોર્ટ નિર્માણ તરફ કેન્દ્રિત કરે છે. અમદાવાદ, જયપુર, લખનઊ, ત્રિવેન્દ્રમ અને મેંગલોરનાં એરપોર્ટ તેમના સંબંધિત રાજ્યોની લાઇફ લાઇન છે, જે અમને પણ  વિસ્તૃત વૃદ્ધિની તક આપી શકે છે. આ સુવિધાઓને વૈશ્વિક ધોરણો સાથે સરખાવવા માટે માળખાકીય સુવિધા વધારવાનો લક્ષ્યાંક છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો