રાફેલમાં નવો ફણગો / ફ્રાન્સ સરકારે અનિલ અંબાણીનો `1044 કરોડનો ટેક્સ માફ કર્યો

According to Le Monde Anil Ambani firm got 143.7 mn euro tax waiver after Rafale deal
X
According to Le Monde Anil Ambani firm got 143.7 mn euro tax waiver after Rafale deal

  • લે મોંડેના જણાવ્યા પ્રમાણે, રિલાયન્સ ફલેગ એટલાન્ટિકને 15 કરોડ યુરોનો ટેક્સ આપવાનો હતો
  • રિલાયન્સ ફલેગે 76 લાખ યુરો આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને અધિકારીઓએ ઠુકરાવી દીધો હતો
  • ફ્રાન્સના અખબારનો દાવો- રાફેલ ડીલ પછી અનિલની કંપનીને લાભ અપાયો

 

Divyabhaskar.com

Apr 14, 2019, 04:08 PM IST
નવી દિલ્હીઃ ફ્રાન્સના રાષ્ટ્રીય ન્યુઝ પેપર લે મોંડે દાવો કર્યો છે કે ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ફ્રાન્સમાં સ્થિત ટેલિકોમ કંપનીનો 14 કરોડ યુરોનું દેવું રાફેલ ડીલની જાહેરાત બાદ માફ કરવામાં આવ્યું છે. જોકે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે આ દાવાને ઠુકરાવ્યો છે. કંપનીનું કહેવું છે કે ટેક્સ સાથે જોડાયેલા મામલાનું સમાધાન ફ્રાન્સના કાયદાના આધારે કરવામાં આવ્યું છે.

કોંગ્રેસનો આરોપ- સરકારે રાફેલ પર દલાલી કરી

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, અનિલ અંબાણીની કંપની ફ્રાન્સમાં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર અને કેબલ નેટવર્કનું સંચાલન કરે છે. ફ્રાન્સના ઈન્કમ ટેક્સ અધિકારીઓએ રિલાયન્સ ફલેગ એટલાન્ટિક ફ્રાન્સ પાસેથી 7.3 મિલિયન યુરોનો ટેક્સ લીધો, જયારે માંગ 15 કરોડ મિલિયન યુરોની કરવામાં આવી હતી. 
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ ફલેગ એટલાન્ટિક ફ્રાન્સની તપાસ અધિકારીઓએ 2007થી 2010ના સત્રને લઈને કરી હતી. આ અંતર્ગત કંપનીએ 6 કરોડ યુરોનો ટેક્સ ચૂકવવાનો બાકી નીકળતો હોવાનું બહાર આવ્યું. જોકે રિલાયન્સે તેના માટે 7.6 લાખ યુરો ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ફ્રેન્ચ અધિકારીઓએ ઠુકરાવ્યો હતો. બાદમાં અધિકારીઓએ 2010થી 2012ના સત્રને લઈને ફરીથી તપાસ કરી અને કંપનીને 9 કરોડ યુરોનો ટેક્સ બીજો આપવાનું કહ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એફ.ઓલાંદ સાથે 10 એપ્રિલ 2015ના રોજ પેરિસમાં વાતચીત કરી હતી. બાદમાં 36 રાફેલ વિમાનની ખરીદીની જાહેરાત થઈ હતી. આ ડીલ 23 સપ્ટેમ્બર 2016ના રોજ ફાઈનલ થઈ હતી. બાદમાં ફ્રાન્સના અધિકારીઓએ રિલાયન્સની 7.3 લાખ યુરોની ટેક્સ રકમ ચૂકવવાની ઓફરનો સ્વીકાર કર્યો, જયારે મૂળ માંગ 15 કરોડ યુરોની હતી.
રિલાયન્સના પ્રવકતાએ જણાવ્યું કે ફ્રાન્સની ટેક્સની માંગ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર હતી. કંપનીએ આ કેસની પતાવટ માટે કોઈ પણ પ્રકારના પક્ષપાતનો સહારો લીધો નથી. અધિકારીએ કહ્યું કે ફ્રાન્સના અધિકારીઓએ 2008થી 2012ની વચ્ચેના સમયની તપાસ કરી. આ લગભગ 10 વર્ષ પહેલાની વાત છે. કંપનીને તે સમયે ફલેગ ફ્રાન્સના અમલીકરણમાં 20 કરોડ રૂપિયા(2.7 મિલિયન યુરો)નું નુકસાન થયું છે. ફ્રાન્સના અધિકારીઓએ તે સમયે 1100 કરોડ રૂપિયાના ટેક્સની માંગ કરી હતી. બાદમાં 56 કરોડ રૂપિયાની ચૂકવણીની વાત ફાઈનલ થઈ હતી. 
5. કોંગ્રેસે કહ્યું- મોદી મિડલમેન
કોંગ્રેસે આ રિપોર્ટ અંગે પીએમ મોદી પર હુમલો કર્યો છે. પક્ષના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલે પૂછ્યું કે શું મોદી તેમના મિત્ર અનિલ અંબાણી માટે ‘મિડલમેન’ તરીકે કામ કરી રહ્યા છે? કોંગ્રેસે તેને મોદીકૃપા ગણાવી. સીપીઆઈએ પણ મોદી પર હુમલો કરતા કહ્યું કે મોદી સરકાર જનતાના રૂપિયા મોંઘી રાફેલ ડીલ પર ખર્ચી રહી છે. જેથી તેના મિત્ર બિઝનેસમેન અનિલ અંબાણીને ઓફસેટ ડીલ અને ટેક્સનો લાભ મળી શકે.
6. આ છૂટને રાફેલ સાથે જોડવી ખોટું: સંરક્ષણ મંત્રાલય
 આ બાબતમાં સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ખાનગી કંપનીને મળેલી કર છૂટને રાફેલ સોદા સાથે જોડવી ખોટું છે. આ ભ્રમિત કરનારું છે. મંત્રાલયે કહ્યું કે તેમણે આ બાબત ધ્યાનમાં લીધી છે. તેમણે કહ્યું કે રિલાયન્સ ફ્લેગ ફ્રાન્સમાં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેબલ નેટવર્કનું સંચાલન કરે છે.
7. રિલાયન્સ જૂથનો ઇનકાર
ભાસ્કર જૂથે રિલાયન્સ કમ્યુનિકેશન્સનો આ રિપોર્ટ અંગે સંપર્ક કર્યો. કંપનીના કોર્પોરેટ કમ્યુનિકેશન્સ વિભાગે કહ્યું કે ફ્રાન્સે કોઈ ગેરવ્યાજબી કામ નથી કર્યું. આ કિસ્સો 10 વર્ષ જૂનો છે. તેમાં કશું પણ ખોટું થયું નથી. કંપનીએ ફ્રાન્સમાં જે પણ ટેક્સ ચૂકવવાનો હતો તેનું સેટલમેન્ટ કાયદાના દાયરામાં રહી જ થયું છે. તે ફ્રાન્સમાં કામ કરનારી બધી કંપનીઓ પર લાગુ થાય છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી