આઈટી દરોડા / રિટાયર્ડ IAS પાસેથી 50 લાખની પેન સહિત 250 કરોડની સંપતિ મળી

Divyabhaskar.com

Mar 14, 2019, 04:59 PM IST
250 crore property and 50 lakh pen seized from ias officer netram
X
250 crore property and 50 lakh pen seized from ias officer netram

  • નેતરામે 95 કરોડ રૂપિયાના નકલી શેર કેપિટલથી છ પ્રોપર્ટી પણ ખરીદી હતી
  • દિલ્હીમાં 2, મુંબઈમાં 1, કોલકતામાં 3 સંપતિઓ આવેલી છે 

નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીના સચિવ રહેલા રિટાયર્ડ IAS નેતરામના ઘર પર જયારે ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા તો અધિકારીઓને નવાઈ લાગી. રેડમાં 200 કરોડથી વધુની સંપતિ સહિત એટલી મોંઘી ચીજો મળી કે ઈન્કમ ટેક્સ અધિકારીઓ પણ આ બાબતને માનવા તૈયાર નથી.

દરોડામાં ડિપાર્ટમેન્ટને શેલ કંપનીઓના કાગળો પણ મળ્યા

1.રેડમાં એક ડાયરી પણ ઈન્કમ ટેક્સ વિભાગને મળી છે. તેની અંદ 250  કરોડની સંપતિની માહિતી છે. રેડ દરમિયા 50 લાખની કિંમતની એક મોંટ બ્લાંક પેન પણ મળી છે. આ સિવાય ડિપાર્ટમેન્ટને શેલ કંપનીઓના કાગળો પણ મળ્યા છે. નેતરામે 95 કરોડ રૂપિયાના નકલી શેર કેપિટલ દ્વારા છ પ્રોપર્ટી પણ ખરીદી હતી. જેમાંથી એક દિલ્હીના લુટિયંસ ઝોનમાં કેજી માર્ગ અને બીજી દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તાર જીકે-1માં આવેલી છે.
2.એક સંપતિ મુંબઈ અને ત્રણ કોલકતામાં પણ છે. આઈટી વિભાગની કાર્યવાહી હજુ પણ ચાલું જ છે. સૂત્રોનું કહેવું છ કે સંપતિઓનો હાલ ખુલાસો થયો નથી. તપાસ ચાલી રહી છે. ઝડપથી આ અંગે માહિતી પ્રકાશમાં આવશે. ઉલ્લેખનીય છે કે નેતરામ બસપા અધ્યક્ષ માયાવતીની નજીકની વ્યક્તિ છે. જયારે માયાવતી ઉતર પ્રદેશની મુખ્યમંત્રી હતી ત્યારે નેતરામનું નામ હતું.
3.979ની બેચના આઈએએસ નેતરામ તત્કાલીન મુખ્યમંત્રીના મુખ્ય સેક્રેટરી રહેવાની સાથે-સાથે ઘણાં મહત્વપૂર્ણ પદોની જવાબદારી સંભાળી છે. તેમની ગણતરી બસપા સરકારમાં ખૂબ જ વગ ધરાવતા અધિકારીઓમાં કરવામાં આવે છે.   
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી