• Home
  • Business
  • 91 budget in 73 years: This budget speech was the longest, sitarman spoke 2 hours 41 minutes; Could not read 2 pages spoiling health.

ઈતિહાસનું સૌથી લાંબુ બજેટ / 73 વર્ષમાં 91 બજેટ: નિર્મલા સીતારમણ 2 કલાક 41 મિનિટ બોલ્યા; તબિયત બગડતા 2 પેજ વાંચી શક્યા નહીં

91 budget in 73 years: This budget speech was the longest, sitarman spoke 2 hours 41 minutes; Could not read 2 pages spoiling health.

  • નિર્મલાએ જસવંત સિંહનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, જેમણે 2003માં 2 કલાક 13 મિનિટ બજેટ ભાષણ રજૂ કર્યું હતું
  • ઈન્દિરા ગાંધી બાદ નિર્મલા સીતારમણ બીજા મહિલા નાણાં પ્રધાન છે, જેમણે સતત બીજી વખત બજેટ રજૂ કર્યું છે

Divyabhaskar.com

Feb 02, 2020, 08:32 AM IST

નવી દિલ્હીઃ નાણાં મંત્રાલય નિર્મલા સીતારમણે શનિવારે ઐતિહાસિક બજેટ ભાષણ આપ્યું. સીતારમણે 2 કલાક 41 મિનિટ સુધી ભાષણ આપ્યું. 73 વર્ષમાં રજૂ થયેલા 91 બજેટ ભાષણોમાં આ સૌથી લાંબુ ભાષણ હતું. આ પૈકી કેટલાક એવા વર્ષ ફણ હતા જેમાં બે વખત પણ બજેટ રજૂ કરવામાં આવ્યું. આશરે અઢી કલાકથી પણ વધારે લાંબુ બજેટ ભાષણ વાંચ્યુ હતું, છેવટે નાદુરસ્ત તબિયતને લીધે અંતિમ બે પેજ તેઓ વાંચી શક્યા ન હતા. ઈન્દિરા ગાંધી બાદ સીતારમણ બીજા એવા મહિલા નાણાં પ્રધાન છે કે જેમણે સતત બીજી વખત ભાષણ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણ અગાઉ સૌથી લાંબુ ભાષણ આપવાનો વિક્રમ જસવંત સિંહના નામે હતો. તેમણે વર્ષ 2003માં એટલે કે 17 વર્ષ અગાઉ 2 કલાક 13 મિનિટ સુધી બજેટ ભાષણ વાંચ્યું હતું.

સમયની દ્રષ્ટિએ સૌથી લાંબા બજેટ ભાષણ

કોણે રજૂ કર્યું સમય વર્ષ
નિર્મલા સીતારમણ 2 કલાક 41 મિનિટ 2020
જસવંત સિંહ 2 કલાક 13 મિનિટ 2003
અરુણ જેટલી 2 કલાક 10 મિનિટ 2014
નિર્મલા સીતારમણ 2 કલાક 05 મિનિટ 2019

શબ્દોની દ્રષ્ટિએ સૌથી લાંબા બજેટ ભાષણ

શબ્દોની દ્રષ્ટિએ સૌથી લાંબુ બજેટ ભાષણનો વિક્રમ મનમોહન સિંહના નામે છે. તેમણે 1991ના બજેટ ભાષણમાં 18,650 શબ્દો હતા. આ બાબતમાં અરુણ જેટલી બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા નંબર રહ્યા

કોણે રજૂ કર્યું શબ્દ વર્ષ
મનમોહન સિંહ 18,650 1991
અરુણ જેટલી 18,604 2017
અરુણ જેટલી 18,122 2015
અરુણ જેટલી 17,991 2018
અરુણ જેટલી 16,528 2014

હિરુભાઈએ 800 શબ્દોનું સૌથી નાનું બજેટ ભાષણ આપ્યું હતું

વર્ષ 1977માં હિરુભાઈ એમ પટેલે અંતિમ બજેટ રજૂ કરતા 800 શબ્દોનું સૌથી ટૂંકુ બજેટ ભાષણ આપ્યું હતું. મોરારજીભાઈ દેસાઈએ સૌથી વધારે 10 વખત બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ પી. ચિદમ્બરમે 9 વખત બજેટ રજૂ કર્યું હતું.

અત્યાર સુધીમાં ત્રણ પ્રધાનમંત્રીએ બજેટ રજૂ કર્યા

જવાહરલાલ નેહરું, ઈન્દિરા ગાંધી અને તેમના દિકરા રાજીવ ગાંધીએ પ્રધાનમંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 1970માં ઈન્દિરા ગાંધી બજેટ રજૂ કરનાર ઈન્દિરા ગાંધી પ્રથમ મહિલા નાણાં પ્રધાન હતા. જોકે વડાપ્રધાન બન્યા ત્યારે તેમની પાસે આ એક પોર્ટફોલિયો હતો.


X
91 budget in 73 years: This budget speech was the longest, sitarman spoke 2 hours 41 minutes; Could not read 2 pages spoiling health.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી