નોલેજ રિપોર્ટ / રોજ કામ આવનારી ઓલા, જોમેટો જેવી 8 ભારતીય કંપનીઓ 37 હજાર કરોડ રૂપિયાના નુકસાનમાં

8 Indian companies like Ola, Jomito to work at a loss of Rs 37,000 crore

  • આ કંપનીઓ દેશમાં લગભગ 20-40 ટકા વાર્ષિક દરથી પોતાનો કારોબાર અને બ્રાન્ડ વેલ્યુ પણ વધારી રહી છે
  • ઓનલાઈન ફુડ ઉપલબ્ધ કરાવનારી જોમેટોની 2014-15માં રેવન્યુ 36.12 કરોડ હતી, આ વર્ષે કંપનીનું નુકસાન 37.17 કરોડ રૂપિયા રહ્યું
  • 2013-14માં ઓયોને માત્ર 84 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું, 2017-18માં કુલ નુકસાન વધીને લગભગ 1367 ગણું એટલે કે 1148.22 કરોડ થયું
     

Divyabhaskar.com

Dec 01, 2019, 04:57 PM IST

નવી દિલ્હી/મુંબઈ(ધર્મેન્દ્ર સિંહ ભદૌરિયા, સાથે ભાસ્કર ફાઈનાન્સ એક્સપર્ટ્સ). જો તમે જોમૈટોમાંથી જમવાનું મગાવો છો, ઓફિસ માટે ઓલા કેબ કરો છે, ચૂકવણી પેટીએમથી કરો છો, મેકમાય ટ્રિપ પર રજાઓ પ્લાન કરી રહ્યાં છો, હોટલ ઓયો પર સર્ચ કરી રહ્યાં છો, ફિલ્મ જોવા માટે બુક માઈ શોમાંથી ટિકિટ કરાવી રહ્યાં છો, તો આ રીતે તમે સમગ્ર દિવસમાં 8 ઓનલાઈન કંપનીઓની સેવાઓ પણ લીધી.

ચૌંકાવનારી વાત એ છે કે ઝડપથી આગળ વધી રહેલી આ 8 ઓનલાઈન કંપનીઓનું સામુહિક કુલ નુકસાન હાલ 36 હજાર 761 કરોડ રૂપિયાથી વધુ છે. રસપ્રદ વાત એ છે કે આ કંપનીઓ દેશમાં લગભગ 20-40 ટકાના વાર્ષિક દરથી પોતાનો કારોબાર અને બ્રાન્ડ વેલ્યું પણ વધારી રહી છે. દર વર્ષે આ કંપનીઓ ગ્રાહકોની સંખ્યા અને રેવન્યું પણ વધારી રહી છે, નવું રોકાણ પણ પ્રાપ્ત કરી રહી છે.

આ રીતે સમજો કઈ કંપનીને કેટલું નુકસાન થયું

બ્રાન્ડનું નામ કંપનીનું નામ વર્ષ નુકસાન વર્ષ નુકસાન કુલ નુકસાન
ફ્લિપકાર્ટ ફ્લિપકાર્ટ ઈન્ડિયા પ્રા.લિ 18-19 5459.70 14-15 1932.92 16,485.20
જોમેટો જોમૈટો મીડિયા પ્રા.લિ 18-19 570.53 14-15 37.17 1070.55
ઓલા એએનઆઈ ટેક્નોલોજી પ્રા.લિ 17-18 2676.7 13-14 34.22 11,363.36
ઓયો ઓરોવેલ સ્ટેજ પ્રા.લિ 17-18 311.53 13-14 00.56 1,148.22
બુક માય શો બિગ ટ્રી એન્ટરટેન્ટમેન્ટ પ્રા.લિ. 17-18 140.26 13-14 04.03 284.93
મેક માય ટ્રિપ મેકમાય ટ્રિપ(ઈન્ડિયા) પ્રા.લિ. 17-18 684.97 13-14 60.52 1,821.07
બિગ બાસ્કેટ ઈનોવેટિવ રિટેલ કોન્સેપ્ટ્સ પ્રા.લિ 17-18 179.23 13-14 02.35 485.87
પેટીએમ વન 97 કમ્યુનિકેશન્સ લિ. 17-18 1,490.47 13-14 02.04* 4,101.84
કુલ -- -- -- -- 36,761.04
X
8 Indian companies like Ola, Jomito to work at a loss of Rs 37,000 crore
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી