RTI / 18 સરકારી બેન્કમાં એપ્રિલ-જૂનમાં 32 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાયા

18 government bank fraud cases worth Rs 32,000 crore in April-June

  • 2,480 કેસમાં આટલી રકમની છેતરપિંડી થઈ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં સૌથી વધુ 1197 કેસ
  • આરબીઆઈએ કહ્યું- આ મામલાથી બેન્કો કે ગ્રાહકોને કેટલું નુકસાન થયું, તેની માહિતી નથી

Divyabhaskar.com

Sep 09, 2019, 10:55 AM IST

નવી દિલ્હીઃ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક(એપ્રિલ-જૂન)માં 18 સરકારી બેન્કોમાં ફ્રોડના 2,480 કેસ બહાર આવ્યા છે. તેમાં 31,898.63 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આરબીઆઈએ એક RTIના જવાબમાં આ માહિતી આપી છે. જોકે તેમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે છેતરપિંડીના મામલા કયા પ્રકારના છે અને તેનાથી બેન્કો કે ગ્રાહકોને કેટલુ નુકસાન થયું છે. ન્યુઝ એજન્સીએ રવિવારે આ રિપોર્ટ આપ્યો છે. તે મુજબ નીચમના RTI એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌડે આરબીઆઈ પાસે આ માહિતી માંગી હતી.

એપ્રિલ-જૂનમાં કઈ બેન્કમાં ફ્રોડના કેટલા મામલા ?

બેન્ક છેતરપિંડીના કેસ ફ્રોડની રકમ(રૂપિયા કરોડ)
એસબીઆઈ 1197 12,012.77
અલ્હાબાદ બેન્ક 381 2,855.46
પીએનબી 99 2,526.55
બેન્ક ઓફ બરોડા 75 2,297.05
ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ 45 2,133.08
કેનેરા બેન્ક 69 2,035.81
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા 194 1,982.27
યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા 31 1,196.19
કોર્પોરેશન બેન્ક 16 960.80
ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક 46 934.67
સિન્ડિકેટ બેન્ક 54 795.75
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા 51 753.37
બેન્ક ઓફ ઈન્ડિયા 42 517
યુકો બેન્ક 34 470.74

આ સિવાય 4 અન્ય બેન્કો- બેન્ક ઓફ મહારાષ્ટ્ર, આંધ્રા બેન્ક, ઈન્ડિયન બેન્ક અને પંજાબ એન્ડ સિંધ બેન્કમાં પણ ફ્રોડના મામલાઓ બહાર આવ્યા છે. જોકે તેની સંખ્યા અને રકમ હજી જાણવા મળી નથી.

X
18 government bank fraud cases worth Rs 32,000 crore in April-June
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી