જેટ એરવેઝના પાયલટ-એન્જિનિયર અને 2 વિદેશી વેન્ડર પણ દેવાળિયા કોર્ટમાં પહોંચ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ જેટ એરવેઝના પાયલટ, એન્જિનિયર્સનું સંગઠન અને નેધરલેન્ડના બે વેન્ડર પણ બુધવારે દેવાળિયા કોર્ટમાં પહોંચી ગયા છે. પાયલટ અને એન્જિનિયર જેટની વિરુદ્ધ દેવાળિયા પ્રક્રિયામાં પાર્ટી બનવા માંગે છે. વિદેશી વેન્ડર્સે પોતાના હિતોને સુરક્ષિત રાખવા માટે અરજી કરવાની પરવાનગી માંગી છે. તેની પર નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ(એનસીએલટી) ગુરુવારે સુનાવણી કરશે. જેટની વિરુદ્ધ બેન્કોની દેવાળિયા અરજી પર પણ સુનાવણી થશે. 

1) જેટે વેન્ડર્સને 10000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી

જેટ એરવેઝે 23,000 કર્મચારીઓના વેતનના 3,000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. કર્મચારીઓને માર્ચથી સેલેરી મળી નથી. એન્જિનિયર્સ અને પાયલટ્સને ડિસેમ્બર 2018થી ટુકડામાં વેતન આપવામાં આવ્યું હતું. જેટે વેન્ડર્સ અને લીઝદાતાઓને 10,000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.

એસબીઆઈના નેતૃત્વવાળી 26 બેન્કોના કસોર્શિયમે જેટ એરવેઝની વિરુદ્ધ સોમવારે દેવાળયા પ્રક્રિયામાં જવાનો નિર્ણય કર્યો હતો અને મંગળવારે એનસીએલટીની મુંબઈ બેન્ચમાં અરજી દાખલ કરી હતી. જેટે લેન્ડર્સને 8,500 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી નીકળે છે.

એનસીએલટી ગુરૂવારે જેટના બે ઓપરેશનલ ક્રેડિટર શમન વ્હીલ્સ અને ગાગર એન્ટરપ્રાઈઝની અરજીઓ પર સુનાવણી કરી શકે છે. બંને 10 જૂને દેવાળિયા અરજી દાખલ કરી હતી. શમન વ્હીલ્સે જેટ પર 8.74 કરોડ રૂપિયા અને ગાગર એન્ટરપ્રાઈઝના 53 લાખ રૂપિયા બાકી હોવાનો દાવો કર્યો છે.

દેવામાં ફસાયેલી જેટ એરવેઝનું સંચાલન 17 એપ્રિલે બંધ થઈ ગયું હતું. રિઝોલ્યુશન પ્લાન અંતર્ગત બેન્ક જેટનો હિસ્સો વેચવા માંગતા હતા. જોકે બિડિંગ સફળ રહ્યું ન હતું. આ કારણે લોનની વસુલાત માટે બેન્કોએ દેવાળિયા કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો હતો.