તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેન્સેક્સ 86 અંકના વધારા સાથે 39,046 પર, નિફ્ટી 19 અંક પર 11,691 પર બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જેટ એરવેઝના શેરમાં 40 ટકા ઘટાડો, લેન્ડર્સે સોમવારે દિવાળિયા પ્રક્રિયામાં જવાનો નિર્ણય કર્યો હતો
  • વેદાંતાના શેરમાં 2.5 ટકા વધારો, બીપીસીએલ અને કોલ ઈન્ડિયામાં 2-2 ટકા તેજી

મુંબઈઃ છેલ્લા 4 સત્રોમાં નુકસાન બાદ શેરબજાર મંગળવારે ફાયદામાં રહ્યું હતું. સેન્સેક્સ 85.55 અંકના વધારા સાથે 39,046.34 પર બંધ થયું હતું. કારોબાર દરમિયાન 207 અંક વધીને 39,167.83 સુધી પહોંચ્યું હતું. નિફ્ટીનું ક્લોઝિંગ 19.35 અંક ઉપર 11,691.50 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 55 અંકની તેજીની સાથે 11,727.20 સુધી ચઢ્યું હતું. 

સેન્સેક્સના 30માંથી 20 અને નિફ્ટીના 50માંથી 32 શેર વધારા સાથે બંધ થયા હતા. એનએસઈ પર 11માંથી 7 સેકટર ઈન્ડેક્સ સૌથી વધુ ફાયદામાં રહ્યાં. આઈટી ઈન્ડેક્સ સૌથી વધુ 0.58 ટકા વધારામાં રહ્યો હતો. 

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેરવધારો
વેદાંતા2.50%
બીપીસીએલ2.08%
કોલ ઈન્ડિયા2.00%
આઈસીઆઈસીઆઈ બેન્ક1.98%
પાવર ગ્રીડ1.88%

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેરઘટાડો
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ7.35%
યસ બેન્ક5.94%
હિંડાલ્કો1.70%
એશિયન પેન્ટ1.56%
સન ફાર્મા1.53%
અન્ય સમાચારો પણ છે...